દુનિયા ભરમાં કેન્સરથી થતા મૃત્યુમાં ત્રીજા નંબર પર પેટનું કેન્સર છે. કેન્સરના કારણે દુનિયા ભરમાં લોકો મોતને ભેટે છે. 2020માં પેટના કેન્સરના 1 મિલિયનથી વધારે કેસ સામે આવ્યા હતા.જે 2025માં વધી ગયા છે. દર વર્ષે અસંખ્ય પેટના કેન્સરના કેસ સામે આવે છે. ખાસ કરીને પેટના કેન્સરમાં પહેલા કોઇ પણ જાતના લક્ષણ દેખાતા નથી. તેની જાણ મોડી થાય છે. પરંતુ પેટના કેન્સરના સૌથી વધારે કેસ આ 5 દેશોમા જોવા મળે છે. આવો જાણીએ એ 5 દેશો કયા છે.
1. જાપાન
જાપાનમાં પેટના કેન્સરના કેસ વધારે જોવા મળે છે. જેનુ કારણ છે કે નમકીન, અથાણા વાળું અને સ્મોક્ડ ફૂડનુ જાપાનીઝ વધુ સેવન કરી રહ્યા છે અને જાપાનના લોકો ઝડપથી વૃદ્ધ થઇ રહ્યા છે.
2.મંગોલિયા
મંગોલિયામાં પણ પેટના કેન્સરના કેસ વધારે જોવા મળે છે અને ત્યા પણ સ્મોક્ડ ખોરાક અને વધુ નમકીન ખાવુ. આ સિવાય હેલિકોબેક્ટર પાઇલોરી બેક્ટરેયિલ ઇન્ફેક્શન પણ લોકોમાં ફેલાયેલું છે અને આના કારણે પેટનુ કેન્સર થાય છે.
3. દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયામાં પણ પેટનુ કેન્સર વધુ જોવા મળી રહ્યુ છે. કોરિયન ફૂડ, નમકીન અને ફર્મેટેડ વસ્તુઓના કારણે પેટના કેન્સર થાય છે. આ સિવાય પાઇલોરી ઇન્ફેક્શનનો રેટ પણ વધારે સામે આવ્યો છે.
4. તજાકિસ્તાન
તજાકિસ્તાનમાં પણ પેટનુ કેન્સર વધુ જોવા મળી રહ્યુ છે. અહિયાના લોકો પ્રોસેસ્ડ ફૂડનુ વધુ સેવન કરે છે.અહિયા પણ પાઇલોરી ઇન્ફેક્શનનો રેટ હાઇ છે. અહિંયા હેલ્થકેર સુવિધા ઓછી હોવાને કારણે બિમારીનો ખ્યાલ મોડો આવે છે.
5. ઈરાન
ઇરાનમાં સ્મોક્ડ ફૂડ અને તળેલો, તીખો ખોરાક વધુ પ્રચલિત છે, જ્યારે તાજા શાકભાજી અને ફળો ત્યા ઓછા ખાવામાં આવે છે,જેના કારણે પેટનુ કેન્સર લોકોને થાય છે. એટલે કે અન્ય દેશોની સરખામણીમાં અહિયા પેટના કેન્સરના કેસ વધુ આવે છે.










