શરીર સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહારનું સેવન વધુ જરૂરી છે. ભોજનની પસંદગી બદલાતા લોકોમાં આજે બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. લોકોમાં વ્યસ્ત જીવનશૈલીના કારણે શરીરમાં થતી સામાન્ય સમસ્યાને પણ તેઓ નજર અંદાજ કરે છે. શરીરમાં થાક લાગવા અને ભૂખ ના લાગવા તેમજ ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય તો તરત સર્તક થઈ જાઓ. આરોગ્ય નિષ્ણાત કહે છે કે આ સમસ્યા વિટામિન B12 ની ઉણપને કારણે હોઈ શકે છે. 


વિટામિન B12ની ઉણપ થશે દૂર

કોરોના સમયમાં લોકોને શરીર સ્વસ્થ રાખવા વિટામિન કેટલા જરૂરી છે તે સમજાયું. શરીરમાં વારંવાર થાક લાગવો અને આળસ થતી હોય તો જરૂર તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ હશે. તમે આ ઉણપ દૂર કરવા દવા કે સપ્લિમેન્ટસ લેવાની જરૂર નથી. પરંતુ ઘરેલુ ઉપચાર કરી તમે વિટામિન B12 ની ઉણપ દૂર કરી શકો છો. શરીર માટે વિટામિન B12 આવશ્યક વિટામિન છે.  આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ ઘરમાં રહેતું આ ડ્રાયફૂટસ વિટામિન B12 ની ઉણપ દૂર કરવામાં સૌથી વધુ અસરકારક છે.  

આવશ્યક પોષકતત્ત્વોથી ભરપૂર

આપણા તમામના ઘરમાં બદામ, કિશમિશ અને ખજૂર જેવા ડ્રાયફ્ટૂસ હોય છે. બજારમાં જુદી-જુદી પ્રકારની ખજૂર ઉપલબ્ધ છે. તમે કોઈપણ ખજૂર લો અવશ્ય લાભ થશે. કારણ કે ખજૂર ડ્રાયફૂટસમાં વિટામિન B12 ઉપરાંત વિટામિન A, C, B1, B2, B5, B6 અને B9 જેવા જરૂરી પોષક તત્વો રહેલા છે. આ ઉપરાંત તેમાં સેલેનિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા પોષક તત્વો છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

ખજૂરનું સેવન કરવાના આ છે લાભ

  • ખજૂરમાં ફાઇબર રહેલુ છે જે પાચનતંત્ર સુધારે છે અને કબજિયાત દૂર કરે છે.
  • પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ હ્રદયને મજબૂત રાખે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે.
  • આ ડ્રાયફૂટરમાં રહેલ કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેશિયમ હાડકાં માટે ખૂબ લાભદાયી છે.
  • એવું કહેવાય છે કે ખજૂર આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેના સેવનથી લોહીની ઉણપ દૂર થાય છે અને રક્તપ્રવાહ પણ સુચારુ રીતે સંચારીત થાય છે
  • ખજૂરનું દૂધ સાથે સેવન કરવાથી સ્મૃતિશક્તિમાં સુધારો થાય છે અને બાળકોને આ નાનપણથી આપવામા આવે તો તેમની બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય છે.
  • ખજૂર રિફાઈન્ડ શુગરનો આરોગ્યદાયક વિકલ્પ છે. મધુરાઈ સાથે પૌષ્ટિકતા પણ આપે છે.
  • ખજૂરમાં રહેલો અંતરડાને સફાઈ કરતો ફાઇબર ડિસિન્ડ્રી, એસિડિટિ વગેરેથી રાહત આપે છે.

  • Follow us on: