છેલ્લાં કેટલાય સમયથી આપણી સામે અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં જીમ કરતા સૌથી નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને તેમનું મૃત્યુ થયુ. એવામાં હેલ્થ એક્સપર્ટનુ માનવું છે કે જીમ શરૂ કરતા પહેલા કેટલાક ટેસ્ટ જરૂર કરાવવા જોઇએ.


અત્યારના સમયમાં જીમમાં જતા લોકોને હાર્ટ એટેક પડવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને એવા લોકોમાં જે 50 વર્ષથી ઓછી ઉંમરના છે. આરોગ્ય નિષ્ણાતો જિમ શરૂ કરતા પહેલા કેટલાક કાળજીના પગલાં લેવા સલાહ આપે છે, ખાસ કરીને જો તમારા કુટુંબમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા હ્રદયરોગનો ઇતિહાસ રહ્યો હોય તો.

હ્રદય કેટલું સ્વસ્થ છે તે જાણવુ જરૂરી

આવા લોકો માટે વર્કઆઉટ દરમિયાન ખાસ કાળજી રાખવી જરૂરી છે અને જિમ શરૂ કરતા પહેલા અથવા ઘરમાં ઈન્ટેન્સ વર્કઆઉટ કરતાં પહેલા કેટલાક હેલ્થ ચેકઅપ્સ જરૂર કરાવી લેવી જોઈએ. આ ચેકઅપ્સથી તમારું હ્રદય કેટલું સ્વસ્થ છે તેની માહિતી મળશે અને તેને સારી સ્થિતિમાં રાખવામાં મદદ પણ મળશે.

આ 5 ટેસ્ટ્સ કયા છે?

ECG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) – રિધમ બેઝલાઇન માટે

2D ઇકો – સ્ટ્રક્ચર હાર્ટ ડિસીસ

TMT (ટ્રેડમિલ ટેસ્ટ) – સ્ટ્રેસના મૂલ્યાંકન માટે

High Sensitivity Troponin + NT-ProBNP – સાઇલેન્ટ કાર્ડિયેક સ્ટ્રેનની તપાસ માટે, HsCRP અને ESR પણ

લિપિડ પ્રોફાઈલ + HbA1c – મેટાબોલિક રેડ ફ્લેગ્સ (જેમ કે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર) માટે

આ ટેસ્ટ્સના આધારે ડોક્ટર તમારી હ્રદયની સ્થિતિ સમજી શકે છે અને શક્ય હોય તો તમને સલામત રીતે વર્કઆઉટ શરૂ કરવા માટે માર્ગદર્શન આપી શકે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: