આજે વજન ઉતારવા લોકો સૌ પહેલા પોતાના ભોજનમાંથી ઘીનો ઉપયોગ બંધ કરે છે. લોકોમાં ભ્રામક માન્યતા છે કે ઘીનું સેવન કરવાથી વજન વધે છે. આજે આધુનિક વિજ્ઞાને પણ પુષ્ટિ કરી છે કે ઘી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો અસરકારક ઘરેલુ ઉપચાર છે. ઘી ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે ઉપયોગી નથી પરંતુ જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો હાડકાંની બીમારીમાં રાહત અને વજન પણ નિયંત્રિ રાખી શકીએ છીએ. આવો જાણીએ ઘીનું સેવન કરવાથી કેટલા લાભ થશે.


ઘી સેવનના ફાયદા

આપણા વડીલો હંમેશા કહેતા હતા કે દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. કારણ કે ઘીમાં વિટામિન A, D, E, K અને વિટામિન K2 જેવા પ્રચૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે. આ પોષકતત્વોના કારણે ઘીના સેવનથી કેલ્શિયમાં ઓછું થવાની સમસ્યા દૂર થાય છે. ઘીમાં રહેલું વિટામિન K2 હાડકાં વધુ મજબૂત બનાવે છે. તેમાં રહેલ વિટામિન એ આંખની રોશની માટે સારું છે. ત્વચાને ચમકદાર રાખવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘીનું સેવન કરવું જોઈએ. દૂધ સાથે ઘીનું સેવન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ બ્યુટીરિક એસિડ ચયાપચયને વેગ આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આમ, ઘીનું સેવન વજન નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે.

આ રીતે સેવન કરવાથી મળશે લાભ

ઘણા લોકો એક ગ્લાસ દૂધમાં થોડું ઘી ભેળવીને પીવાની ભલામણ કરે છે. દૂધ અને ઘી તમારા એકંદર સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ મિશ્રણ છે અને રાત્રે તેનું સેવન કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. ઘી અને દૂધ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. આ મિશ્રણ પાચનને ઝડપી બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મગજ માટે પણ ઘી એક ઉત્તમ સુપરફૂડ કહેવાય છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: