રક્ષાબંધન તહેવાર હોય કે પછી નવરાત્રિ અથવા દિવાળી. તહેવાર મીઠાઈ વગર અધૂરા લાગે છે. તેમ ઇલાયચી વગર આપણી કોઈપણ મીઠાઈ અધૂરી છે. મીઠાઈમાં ઇલાયચી નાખ્યા બાદ તે મીઠાઈ વધુ સ્વાદિષ્ટ બને છે. કેમ મીઠાઈમાં ઇલાયચી નાખવામાં આવે છે તે ખબર છે તમને. મીઠાઈમાં ઇલાયચી ફકત સ્વાદ વધારવા જ નહીં આરોગ્યલાભ માટે પણ નખાય છે તેવું બહુ ઓછા લોકો જાણે છે. ઇલાયચી એટલે સ્વાદ, સુગંધ, અને આરોગ્ય માટે શ્રેષ્ઠ ઔષધિ કહી શકાય.


મીઠાઈમાં ઇલાયચી નાખવાના કારણો

સ્વાદ અને સુગંધ માટે : નાની લીલી ઇલાયચી, મીઠાઈમાં ખાસ સુગંધ અને સ્વાદ બમણો કરી દે છે. ઇલાયચી નાખ્યા બાદ મીઠાઈની રંગત બદલાઈ જાય છે. તે વધુ ખુશ્બુદાર બનતા તેની સુગંધ માત્રથી જ મીઠાઈ ખાવાનું મન થાય છે.

પાચન માટે લાભદાયી : ઇલાચયી પાચનશક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે. આપણી મોટાભાગની મીઠાઈમાં સુગરનો ઉપયોગ થાય છે. એટલે લોટ અને સુગરના મિશ્રણથી તે પેટ માટે વધુ ભારે બને છે. એટલે ઇલાયચી નાખેલ મીઠાઈ ખાવાથી ગેસ, અજમો, અથવા ઊકળાટ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

દુર્ગંધ દૂર કરવા માટે : દૂધ, માવો કે ઘીમાં બનતી અનેક મીઠાઈ એવી છે જ્યારે તે બને ત્યારે તેમાંથી ચોક્કસ પ્રકારની સ્મેલ આવે છે. એટલે આ મીઠાઈ બન્યા બાદ તેમાં ઇલાયચી નાખી આ વાસ દૂર કરવામાં આવે છે.

આયુર્વેદિક ઔષધિ : ઇલાયચીનું સેવન શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, મોઢાની દુર્ગંધ દૂર કરે છે, અને મૂડ સુધારવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો ફક્ત ઇલાયચીની સુંગધના કારણે જ મીઠાઈ ખાવાનું પસંદ કરે છે.

  • Follow us on: