આજકાલ લોકોમાં સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાનો ક્રેઝ છે. વધુ પડતું મસાલેદાર ભોજન એસિડિટી કરે છે. લોકો એસિડિટીની સમસ્યાને સામાન્ય માને છે. એટલે જ જયારે પેટમાં બળતરા થાય ત્યારે ધ્યાન આપતા નથી. પરંતુ કારણ વગર લાંબા સમય સુધી જો તમને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તે ગંભીર પરિણામ આપી શકે તેવી ડોક્ટરે ચેતવણી આપી.
એસિડિટીની સમસ્યાથી અલ્સર અને કેન્સરનું જોખમ
ડોક્ટરના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી એસિડિટી રહે તો પાચન સમસ્યા વધે છે. લાંબા ગાળા સુધી તમને આ સમસ્યા રહે તો તેને ઍસિડ રિફ્લક્સ કહે છે. અને એસિડિટી ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ (GERD) નું જોખમ વધારે છે. જેટલી સામાન્ય દેખાય છે એટલી જ મુશ્કેલી પેદા કરનારી એસિડિટીની સમસ્યા. એટલે કે એસિડના સતત સંપર્કમાં રહેવાથી આપણા અન્નનળીના કોષો નબળા પડે છે. તેમજ ક્રોનિક એસિડિટી પેટના અલ્સર થવાનું જોખમ પણ વધારે છે. પેટના આંતરિક અસ્તર પર એસિડના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અલ્સર થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, લાંબા સમય સુધી એસિડિટી બેરેટના અન્નનળી જેવી ગંભીર સ્થિતિના વિકાસ તરફ દોરી શકે છે. આ સ્થિતિ અન્નનળીના અસ્તર કોષોની રચનામાં ફેરફાર કરે છે, જે અન્નનળીના કેન્સરનું જોખમ વધારી શકે છે.
