વધતી દુર્લભ બીમારીઓ સામે રક્ષણ મેળવવા પૌષ્ટિક આહારની સાથે વર્કઆઉટ પણ લોકો કરવા લાગ્યા છે. આજકાલ લોકો જીમમાં અથવા કેટલાક સાધનો દ્વારા ઘરે જ વર્કઆઉટ કરવા લાગ્યા છે. પરંતુ જો વારંવાર વર્કઆઉટ કર્યા બાદ કમરમાં દુખાવો રહેતો હોય તો જરૂર સાવધાન થવું. સ્નાયુઓ નબળા પડવાના કારણે તમે કમરની દુખાવાની સમસ્યાનો શિકાર થયા હોઈ શકો. શરીરના સ્નાયુ મજબૂત થશે તો તમને દુખાવામાંથી રાહત મળશે. સ્નાયુ મજબૂત કરવા આ આહાર ઉપયોગી બનશે.
રાહત મેળવવા યોગ્ય આહાર













