ફ્લાઈટથી સફર કરવું તે દરેક વ્યકિતનું સપનું હોય છે. 30000 ફીટની ઊંચાઈથી ઉડાન ભરવી તે અલગ જ અનુભવ હોય છે. પરંતુ ફ્લાઈટમાં તમારું મિડ-એર મીલ તમારા શરીર માટે તકલીફ ઉભી કરી શકે છે. એક્સપર્ટ અને પૂર્વ ફ્લાઈટ એટેન્ડન્સે જણાવ્યું કે, ફ્લાઈટમાં ખાવાનું શું ખાવું જોઈએ અને શું નહીં. તે ફક્ત તમારા આરામ માટે નહીં પરંતુ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
સૌથી પહેલા ચા અને કોફીને કહો ના
પૂર્વ ફ્લાઈટ એટેન્ડન્સે જણાવ્યું કે, ફ્લાઈટમાં મળતી ચા અને કોફીથી બચવું જોઈએ. તેણે જણાવ્યું કે તે બનાવવા માટે જે પાણીનો વપરાશ થાય છે તે પાણી ફ્લાઈટના પોટેબલ વોટર ટેન્કથી આવે છે જેની સફાઈ ક્યારે થાય છે તે નક્કી હોતું નથી. એટલા માટે ફ્લાઈટની કોફી કે ચા ના પીવી જોઈએ.
બ્લોટિંગથી બચવા માટે આ વસ્તુઓથી રહો દૂર
ફ્લાઈટના સમય દરમિયાન પ્રેશર બદલવા પર ગેસ કે પેટનું ફુલવું એ તો સામાન્ય વાત છે. ઉડાન પહેલા ગેસ પેદા કરતા ખોરાક ના ખાવા જોઈએ. તેમજ નો-ફ્લાઈટ લિસ્ટમાં ડુંગળી, બીન્સ, મસૂર, ગ્લૂટન અને બ્રોકોલી સામેલ છે. તે સિવાય કાર્બોનેટેડ ડ્રિંક્સથી પણ બચવું જોઈએ.
સ્મેલ અને ખરાબ થવાવાળા ખાવાથી સાવધાન
ટ્યૂના સેન્ડવીચ, ફિશ ડિશ અને તીખા ફૂડ્સનું સેવન ફ્લાઈટમાં બિલકુલ ના કરવું જોઈએ. કારણ કે બંધ સ્પેસમાં તેની સ્મેલ વધી શકે છે અને બીજા યાત્રીઓને તકલીફ થઈ શકે છે. તેમજ આ ફૂડ્સને યોગ્ય તાપમાન પર સ્ટોર કરવામાં ના આવે તો ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી શકે છે. ક્રિમી ડિશ જેમ કે પાસ્તા, મેક્રોની વગેરેથી પેટ ખરાબ થઈ શકે છે.
તો શું ખાવું જોઈએ?
એક્સપર્ટની સલાહ મુજબ, ફ્લાઈટમાં હળવા અને ન્યૂટ્રિશન વાળા સ્નેક્સ ખાવા જોઈએ. જેમ કે ફ્રૂટ્સ, ચીઝ સ્ટિક, મફિન, ચોકલેટ અથવા તો ઇન્સ્ટન્ટ ઓટ્સ. હોટ વોટર માટે ક્રૂની મદદ લઈ શકો છો. સ્માર્ટ સ્નેકિંગ ફક્ત ભૂખ મટાડવવા માટેની રીત નથી તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.