શરીરમાં જયારે યુરિક એસિડનું સ્તર વધે છે ત્યારે સાંધામાં તીવ્ર દુખાવો અને સોજાની સમસ્યા સર્જાય છે. શરીરમાં વધુ પડતું યુરિક એસિડ કિડની માટે હાનિકારક છે. યુરિકે એસિડનું શરીરમાં પ્રમાણ વધી જતા કિડની તેને સંપૂર્ણપણે ફિલ્ટર કરી શકવામાં અસમર્થ બને છે. પરિણામે, આ યુરિક એસિડ સ્ફટિકીકરણ પામે છે અને સાંધામાં એકઠું થવા લાગે છે અને વ્યક્તિને ભયંકર દુખાવો થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા શરીરમાં વધતા યુરિક એસિડ પર નિયંત્રણ જરૂરી છે.


શરીરમાં વધતા યુરિક એસિડ પર આ રીતે કરો નિયંત્રણ

વધતા યુરિક એસિડને નિયંત્રણ કરવા સૌ પહેલા તો શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ. આ માટે શક્ય તેટલું વધી પાણી પીવો. દૈનિક ખોરાકમાં મેથી પાલક જેવી લીલા શાકભાજી, સરગવાની શીંગો, મગ, દાળ, તીખા દૂધી, દૂધી, દ્રાક્ષ, દાડમ, પપૈયા વગેરેનું સેવન કરવું જોઈએ. સતત ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો રાત્રિભોજનમાં વધુ પ્રોટિનયુકત મસૂર, રાજમા, ચણા જેવા કઠોળ લેવાનું ટાળો. દરરોજ સવારે અથવા સાંજે નિયમિત 30 મિનિટ કસરત કરો. દૈનિક કસરત ભયંકર પીડામાંથી રાહત આપશે. યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવા માટે, રાત્રિભોજન સૂવાના 2 થી 3 કલાક પહેલા લેવાની આદત પાડો. આ આદતો યુરિક એસિડના વધતા સ્તરને નિયંત્રણ કરશે.

સામાન્ય ભૂલો યુરિક એસિડ વધવાનું કારણ

કેફીનયુક્ત પીણાં પીવાથી ડિહાઇડ્રેશન થાય છે, જેના કારણે શરીરમાં યુરિક એસિડનો સંચય અને વધારો થાય છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવાના કારણે શરીરમાં યુરિક એસિડ વધે છે. તેમજ ઓછું પાણી પીવું અને બેઠાડું જીવન એટલે કે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ના કરવાથી પણ યુરિક એસિડ વધે છે. આ ઉપરાંત ભોજનમાં ઉપરથી મીઠું લેવાની આદત અને વધુ પડતું મીઠુ ખાવાથી કે ખાંડવાળા પીણાં પીવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે. યુરિક એસિડના સ્ફટિકો શરીરમાં જમા થતા સાંધામાં દુખાવાની સમસ્યા ઉદભવે છે. આ સામાન્ય ભૂલો શરીરમાં યુરિક એસિડ વધારે છે. કિડની સંબંધિત સમસ્યાથી દૂર રહેવા યુરિક એસિડને નિયંત્રણમાં રાખવું જોઈએ.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: