અત્યારના સમયમાં મોસ્ટલી લોકોને સૌથી વધઆરે મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીન પર કામ કરવાની આદત હોય છે. સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસી રહેવાથી આંખો પર ભારે તાણ આવે છે. આ ઉપરાંત અસંતુલિત આહાર, પ્રદૂષણ, ધૂળ, તેજસ્વી સૂર્યપ્રકાશ અને વધતી ઉંમરની અસર પણ સીધી આપણી દ્રષ્ટિ પર પડે છે. નાની-મોટી આંખની સમસ્યાઓને અવગણવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે, તેથી સમયસર સાવચેતી રાખવી અનિવાર્ય છે.
લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે આ આદતો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે કેટલીક ઉત્તમ દૈનિક આદતો અપનાવવી જોઈએ. જો તમે કમ્પ્યુટર કે લેપટોપ પર સતત કામ કરતા હોવ, તો થોડા સમયે આંખોને આરામ આપવો જરૂરી છે. તડકામાં બહાર નીકળતી વખતે યુવી કિરણોથી રક્ષણ આપતા સારા સનગ્લાસનો ઉપયોગ કરો. ધૂમ્રપાન સ્વાસ્થ્યની સાથે આંખો માટે પણ અત્યંત હાનિકારક છે, તેથી તેનાથી દૂર રહેવું. જો તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હોવ તો તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને આંખોને સ્પર્શ કરતા પહેલા હંમેશા હાથ બરાબર ધોઈ લો. આ ઉપરાંત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોને નિયંત્રણમાં રાખવા પણ આંખના રક્ષણ માટે અત્યંત આવશ્યક છે.
