અત્યારની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આપણે સાંભળીએ છીએ કે નાના બાળકને પણ હાર્ટ એટેકની આવવાની ઘટના સામે આવે છે. પરંતુ લોકોને એ ખ્યાલ નથી હોતો કે એ કયા સમયે વધુ અને ક્યારે તેની સાવચેતી લેવી જોઇએ. આવો જાણીએ આખા દિવસની આપણી એ 10 મિનિટ જેમાં સૌથી વધારે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઇએ?
સવારના સમયમાં હાર્ટ એટેકનું જોખમ વધારે
તબીબી સંશોધનો અને અનુભવી કાર્ડિયોલોજિસ્ટ્સના મત પ્રમાણે મોટાભાગના હૃદયરોગના હુમલા સવારના સમયમાં થવાનું જોખમ સૌથી વધુ રહે છે. સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચેનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જ્યારે આપણે રાત્રે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે શ્વાસ અને પરસેવા દ્વારા શરીરનું પાણી ઘટી જાય છે, જેના કારણે સવારે ઉઠતી વખતે આપણું લોહી સામાન્ય કરતાં વધુ જાડું થઈ જાય છે.
સવારે વધે છે 'કોર્ટિસોલ' હોર્મોનનું પ્રમાણ
આ ઉપરાંત, સવારે જાગૃત થતી વખતે શરીરમાં 'કોર્ટિસોલ' હોર્મોનનું પ્રમાણ ઝડપથી વધે છે, જેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી જાય છે અને રક્તવાહિનીઓ સંકુચિત બને છે. આ પ્રક્રિયાને કારણે હૃદય પર અચાનક ભારે દબાણ આવે છે. ઘણા લોકો સવારે એલાર્મ વાગતાની સાથે જ પથારીમાંથી ઝડપથી ઊભા થઈ જાય છે અને ખાલી પેટે સીધા કૉફી પીવા કે સ્નાન કરવા જેવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે, જેનાથી હૃદયના ધબકારા અચાનક વધી જાય છે અને જોખમ વધુ ઘેરૂ બને છે.
હૃદયને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 3 મહત્વપૂર્ણ નિયમો
આ જોખમને ટાળવા માટે નિષ્ણાતો સવારની શરૂઆતમાં આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે:
1. એક ગ્લાસ પાણી પીઓ: સવારે પથારીમાંથી બહાર નીકળતા પહેલા અથવા ઉઠતાની સાથે જ એક ગ્લાસ નવશેકું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી રાત્રે ઘટેલું હાઇડ્રેશન સ્તર સુધરે છે, જાડું થયેલું લોહી પાતળું થાય છે અને રક્તપ્રવાહ સુચારુ બને છે, જે લોહીના ગંઠાવાના જોખમને ઘટાડે છે.
2. પથારીમાં બે મિનિટ બેસો: અચાનક પથારી છોડીને ઊભા થઈ જવાનું ટાળો. જાગ્યા પછી બે મિનિટ સુધી પથારીની કિનારે શાંતિથી બેસો, જેથી શરીર અને રક્તસંચાર પ્રણાલી સૂવાની સ્થિતિમાંથી સામાન્ય સ્થિતિમાં આવી શકે. આનાથી હૃદય પર પડતો અચાનક તણાવ ટળી જાય છે.
3. ખાલી પેટે કૉફી ટાળો: સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે કૉફી પીવાથી બચવું જોઈએ. કૉફી સેવનથી શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધુ વધી શકે છે, જે પહેલેથી જ સંવેદનશીલ બનેલા હૃદય પર વધારાનો બોજ નાખે છે. કૉફી પીતા પહેલા થોડું હળવું નાસ્તો કે ફળ ખાઈ લેવું હિતાવહ છે.
આ પણ વાંચોઃ America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ