ઉનાળાની ગરમી અને વધતા પ્રદૂષણ વચ્ચે ત્વચાની ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી છે. બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત ફેસવોશ ત્વચાને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. આવા સમયે, આપણું રસોડું કુદરતી સૌંદર્યનું ખજાનું સાબિત થાય છે. લીમડો, જે એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, તે ત્વચાને ઊંડેથી સાફ કરી ખીલ અને ડાઘ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.


1. લીમડો અને એલોવેરા ફેસવોશ

એલોવેરામાં રહેલા વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, જ્યારે લીમડો ખીલના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

રીત: ૧ ચમચી લીમડાનો પાવડર અને ૨ ચમચી એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો. ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ આ પેસ્ટથી ૫ મિનિટ હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ ફરીથી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

2. લીમડો અને હળદરનો ફેસવોશ

જો તમારા ચહેરા પર લાલાશ કે બળતરા રહેતી હોય, તો આ મિશ્રણ ખૂબ જ અસરકારક છે. હળદર ત્વચાને કુદરતી ચમક (ગ્લો) આપે છે.

રીત: ૨ ચમચી લીમડાનો પાવડર, ૧/૪ ચમચી હળદર પાવડર અને ૧ ચમચી ગુલાબજળ લો. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર લગાવી ૫-૬ મિનિટ રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.

કેમ આ ફેસવોશ છે બેસ્ટ?

બજારના પ્રોડક્ટ્સમાં રહેલા હાનિકારક રસાયણોને બદલે આ ઘરેલું ફેસવોશ ત્વચાને કોઈ પણ આડઅસર કર્યા વગર સ્વચ્છ બનાવે છે. તે વધારાનું તેલ શોષી લે છે અને ચહેરાની નિસ્તેજતા દૂર કરે છે. આ ઉનાળામાં તમારા ચહેરાની કુદરતી સુંદરતા જાળવી રાખવા માટે આ ઉપાયો ચોક્કસપણે અજમાવવા જેવા છે.

ખાસ નોંધ: તમારી ત્વચા સંવેદનશીલ (Sensitive) હોય, તો ગમે તે ઘરેલું ઉપાય કરતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરો. જો કોઈ બળતરા કે એલર્જી જણાય, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેવો.

આ પણ વાંચોઃ Chrome માં હવે લાંબી PDF વાંચવાની ઝંઝટ ખતમ,Gemini AI કરશે તમારી મદદ!

  • Follow us on: