ગ્રીન ટીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને ફાયટોકેમિકલ્સ તેને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન બનાવે છે. વજન ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે મોટાભાગના લોકો ગ્રીન ટીનું સેવન કરે છે. જોકે, રાત્રિના સમયે ગ્રીન ટી પીતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ.
સૂવાના કેટલા સમય પહેલા પીવી જોઈએ?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ગ્રીન ટીને સૂવાના ઓછામાં ઓછા ૨ થી ૩ કલાક પહેલા પીવી જોઈએ. જો તમે સૂતા પહેલા તરત જ તેને પીવો છો, તો તેમાં રહેલા કેટલાક ઘટકો તમારી ઊંઘ પર માઠી અસર કરી શકે છે.
શા માટે મોડી રાત્રે ગ્રીન ટી ટાળવી જોઈએ?
કેફીન: ભલે કોફી કરતા ગ્રીન ટીમાં કેફીન ઓછું હોય, પરંતુ તે તમારા મગજને સજાગ રાખે છે, જેનાથી ગાઢ ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે છે.
એલ-થીનાઇન: આ એમિનો એસિડ મનને આરામ આપે છે પણ સાથે જ એકાગ્રતા પણ વધારે છે, જે ઊંઘની પ્રક્રિયામાં દખલ કરી શકે છે.
મૂત્રવર્ધક અસર: ગ્રીન ટી કુદરતી રીતે મૂત્રવર્ધક છે, જેના કારણે રાત્રે વારંવાર બાથરૂમ જવા માટે ઉઠવું પડી શકે છે, પરિણામે તમારી ઊંઘ ખરાબ થાય છે.
રાત્રે યોગ્ય સમયે ગ્રીન ટી પીવાના ફાયદા
1 ચયાપચય (Metabolism) માં સુધારો: સૂવાના ૨-૩ કલાક પહેલા ગ્રીન ટી પીવાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપી બને છે, જે ઊંઘ દરમિયાન પણ ચરબી (Fat) બર્ન કરવામાં મદદરૂપ થાય છે.
2. શરીરનું ડિટોક્સિફિકેશન: તે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો રાત્રિ દરમિયાન શરીરની રિકવરી પ્રોસેસને વેગ આપે છે.
3. હૃદયનું સ્વાસ્થ્ય: તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. તમારા આહારમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન! એક નાની ભૂલ અને ખાતું સાફ, આ રીતે ઓળખો અસલી કે નકલી