આજની ભાગદોડ ભરેલી જીંદગી અને ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે યુવાઓમાં કેન્સરનું જોખમ વધતુ જાય છે. કેન્સર એક એવી જીવલેણ બિમારી છે, જેનો ઈલાજ ઘણી વખત ખુબ કઠીન બની જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે, આવનારા 2 દશકાઓમાં કેન્સરના પેશન્ટમાં 60 ટકાનો વધારો નોંધાવાની શક્યતા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 10 કેન્સરના પેશન્ટમાં 1 ભારતીય પેશન્ટ હોય છે. આજના સમયમાં ફક્ત યુવાઓ જ નહીં પણ બાળકો પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે. 


પ્રાણાયમ

સ્વામી રામદેવના કહ્યા અનુસાર કેન્સર જેવી ગંભીર બિમારીઓથી બચવા માટે પ્રાણાયમ ખૂબ અસરકારક નિવડે છે. તેથી જ દરરોજ ભ્રામરી, ઉદ્વીથ, અનુલોમ-વિલોમ, કપાલભાતીને અડધો કલાક સુધી કરો. આ પ્રાણાયમ કીમોથેરાપી અને રેડિયોથેરાપીને કારણે શરીરમાંથી ઉત્પન્ન થતી ગરમીમાં રાહત આપે છે. આ સાથે ગળાના કેન્સર માટે પણ ફાયદાકારક છે.

કેન્સરથી છૂટકારો મેળવવા માટે આ આસનો કરો

સુક્ષ્મ વ્યાયામ - યોગાસનની શરૂઆત સુક્ષ્મ વ્યાયામથી કરો. જેમાં તમે ચક્કી આસન, સ્થિત કોણાસન, તિતલી આસન જેવા યોગાસનો કરી શકો છો. આ આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શરીરનો તાક દુર થાય છે અને સર્વાઈકલમાં રાહત મળે છે. 

ઉષ્ટ્રાસન - આ આસન આરામથી કરો. આ તમારી કરોડરજ્જુને મજબૂત બનાવે છે. શરીર સક્રિય અને લવચીક રહે છે. આ આસન કેન્સરની અસરો ઘટાડે છે.

મંડૂકાસન -મંડૂકાસન આસન કેન્સરના પેશન્ટની સાથે દરેક માટે ફાયદાકારક છે. આ આસન કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે. 



  • Follow us on: