કરવા ચોથની રાહ દરેક વિવાહિત મહિલા જોતી હોય છે. આ દિવસે મહિલા પોતાના પતિની લાંબી ઉંમર માટે આખો દિવસ વ્રત રાખે છે. આ સાથે જ પોતાના ગિફ્ટ્સની પણ રાહ જોવે છે. જો તમે પણ આ વર્ષે કરવા ચોથ પર તમારી પત્નીને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો આવો થોડાંક ઓપ્શન વિશે જાણીએ


કરવા ચોથનો તહેવાર દરેક પરિણિત સ્ત્રી માટે ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે આ પવિત્ર દિવસ 10 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે આખો દિવસ વ્રત રાખે છે. સાથે સાથે, આ દિવસ પતિ-પત્નીના સંબંધને વધુ પ્રેમભર્યું અને આદરપૂર્વક બનાવે છે. કરવા ચૌથના દિવસે ગિફ્ટ આપવી પણ તમારા પ્રેમ વ્યક્ત કરવાનો એક સુંદર અને લાગણીસભર રસ્તો છે. જો તમે વિચારી રહ્યાં છો કે આ કરવા ચૌથ પર શું ગિફ્ટ આપો તો અહીં કેટલાક સરળ અને સુંદર વિકલ્પ આપેલા છે, જે તમે તમારી પત્નીને આપી શકો છો અને તેમને ખુશ કરી શકો છો.

કરવા ચોથની ગિફ્ટ આઇડિયા

1. સોનું (Gold)

તમે તમારી પત્નીને સોનાની જ્વેલરી જેવી કે વીંટી, નેકલેસ કે બ્રેસલેટ ગિફ્ટ આપી શકો છો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. એવું માનવામાં આવે છે કે સોનાની ભેટ દરેક સ્ત્રીને ખુશ કરી શકે છે.

2. ચાંદીની પાયલ (Silver Payal)

ચાંદીની પાયલ પગને માત્ર સુંદર બનાવતી નથી, પણ તે સૌભાગ્ય અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે. તમે તમારી પત્નીને સુંદર અને નાજુક ચાંદીની પાયલ આપી શકો છો.

3. સ્માર્ટફોન (Smartphone)

જો તમારી વાઈફ પાસે ફોન નથી કે પછી જૂનું મોડેલ છે, તો તમે તેમને એક નવીનતમ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ગિફ્ટ કરી શકો છો. આ આજના સમયનું એક ઉપયોગી અને આનંદદાયક ગિફ્ટ બની શકે છે.

4. સાડી (Saree)

પારંપરિક અને સુંદર સાડી કરવા ચોથ માટે એક આદર્શ ગિફ્ટ છે. ખાસ કરીને સિલ્ક કે બનારસી સાડી ભેટ આપવી એ તહેવારની ભવ્યતાને દર્શાવે છે. જો તમારી પત્ની ડ્રેસ પહેરવાનું પસંદ કરતી હોય તો તમે સુંદર ડ્રેસ મટિરિયલ કે રેડીમેડ ડ્રેસ પણ આપી શકો છો.

5. પરફ્યૂમ (Perfume)

ખાસ કરવા ચોથના અવસરે તમારી પત્નીને એક ખૂબ જ સારી સુગંધ વાળું પરફ્યૂમ આપો. સુગંધ વ્યક્તિના આત્મવિશ્વાસને વધારતી હોય છે અને તે એક યાદગાર લાગણી પણ આપતી હોય છે. આ ભેટ તમારા પ્રેમ અને લાગણીનો સુંદર સંકેત સાબિત થશે.


  • Follow us on: