સ્વાસ્થ્ય માટે સ્ટીલની ગળણી વધુ સલામત છે. રસોડામાં વપરાતી આ નાની પણ આવશ્યક વસ્તુ સ્ટિલની ગળણીનૌ સૌથી વધુ ઉપયોગ ચા ગાળવામાં થાય છે. રોજિંદા ઉપયોગ અને ગરમ પાણી અને દૂધના સંપર્કને કારણે, તેના પર ગંદકીનો એક સ્તર જમા થવા લાગે છે. ચાની ભૂકી અને પત્તીઓના રંગ ધીમે ધીમે સ્ટીલની ગળણી સાથે ચોંટી જાય છે. જેના કારણે લાંબા સમય પછી આ ચાની ગળણી કાળી થવા લાગે છે. કાળી ગળણી સાફ કરવાની જાણો સ્માર્ટ ટીપ્સ.

સ્ટીલની ગળણી સાફ કરવાની ટીપ્સ

ઘણીવાર ચાની ગળણીમાં ચાની પત્તી અને દૂધના કણો જામી જવાથી તે કાળી પડી જાય છે અને તેના કાણાં બંધ થઈ જાય છે. આજકાલ મોટાભાગના લોકો સ્ટીલની ગળણીનો ઉપોયગ કરે છે, તો હજુ પણ કેટલાક લોકો પ્લાસ્ટિક ગળણીનો વપરાશ કરે છે. પ્લાસ્ટીક હોય કે સ્ટીલ કાળી પડી ગયેલ ગળણીને નવા જેવી ચમકાવવા માટે અહીં કેટલીક અસરકારક રીતો છે. 

1. ગેસ પર ગરમ કરવાની રીત (ફક્ત સ્ટીલની ગળણી માટે)

આ સૌથી જૂની અને રામબાણ રીત છે. સ્ટીલની ગળણીને ગેસની ધીમી ફ્લેમ પર ડાયરેક્ટ પકડો. ગળણીમાં ફસાયેલો કચરો બળી જશે અને ધુમાડો નીકળશે. ત્યારબાદ ગળણીને નીચે ઉતારીને જૂના ટૂથબ્રશ અથવા વાસણ ઘસવાના કૂચાથી ઘસો. બધો કચરો તરત જ નીકળી જશે.

2. બેકિંગ સોડા અને વિનેગર

જો તમારી પાસે પ્લાસ્ટિકની ગળણી હોય, તો આ રીત બેસ્ટ છે. એક વાટકામાં ગરમ પાણી લો. તેમાં ૧ ચમચી બેકિંગ સોડા અને ૨ ચમચી સફેદ વિનેગર ઉમેરો. આ મિશ્રણમાં ગળણીને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ બ્રશથી ઘસીને સાફ કરી લો. ચીકાશ અને કાળાશ દૂર થઈ જશે.

3. લીંબુનો રસ અને મીઠું

ગળણી પર થોડું મીઠું છાંટો અને તેના પર અડધું લીંબુ ઘસો. લીંબુમાં રહેલું એસિડ અને મીઠાનું ખરબચડાપણું ગળણીના કાણાંમાં જામેલી ગંદકીને તોડવાનું કામ કરશે. 5 મિનિટ પછી ગરમ પાણીથી ધોઈ નાખો.

4. લિક્વિડ ડિશવોશ અને ગરમ પાણી

ખૂબ જ ગરમ પાણીમાં થોડું લિક્વિડ સોપ અથવા સર્ફ ઉમેરો. ગળણીને ૧ કલાક પલાળી રાખવાથી તેમાં જામેલી ચાની પત્તી નરમ પડી જશે અને બ્રશ મારતા જ સાફ થઈ જશે.

સામાન્ય આદત અપનાવો મહેનત બચશે

જ્યારે પણ તમે ચા ગાળો, ત્યારે તરત જ ગળણીને નળ નીચે ઊંધી કરીને પાણીથી ધોઈ લો. જો પત્તી સુકાઈ જશે, તો તે કાણાંમાં જામી જશે અને સાફ કરવામાં મહેનત પડશે.  સ્ટીલની ગળણીને અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં 15 મિનિટ રાખી કચરો કાઢી લો. આ આદત નિયમિત કરવાથી સ્ટીલની ગળણી જલદી કાડી પડશે નહી. આ સામાન્ય આદતો અપનાવીને તમે વધુ મહેનત બચાવી શકો છો.


આ પણ વાંચો : House Tips : શું છે કૂલ રૂફ પેઇન્ટ? ઉનાળામાં છત અને ઘરને ઠંડુ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )