ઘરના લોકો વારંવાર બીમાર થાય છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણ પરિવારના સભ્યોની બીમારીનું કારણ હોઈ શકે છે. હેલ્થ એકસપર્ટે જણાવ્યું કે કયારેક લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી હોવા છતાં પણ તેઓ બીમારીના શિકાર થાય છે. આ બાબતને લઈને સંશોધન કરવામાં આવ્યું. ત્યારે એક બાબત સામે આવી કે રસોડામાં રોજિંદા વપરાશમાં લેવાતા વાસણો બીમારી માટે જવાબદાર છે. આપણે ખાદ્ય પદાર્થો અથવા દવાઓની એક્સપાયરી ડેટની ચકાસણી કર્યા બાદ ખરીદી કરીએ છીએ. તેમ રસોડાના વાસણોની પણ એકસપાયરી ડેટ હોય છે.


રસોડાના વાસણો બની શકે નુકસાનકારક

રસોડામાં આજે લોકો એલ્યુમિનિયમના વાસણોથી લઈને નોનસ્ટીક વાસણનો રોજિંદા વપરાશમાં ઉપયોગ કરે છે. કાયમી ઉપયોગમાં લેવાતા આ વાસણોને ચોક્કસ સમય પછી બદલવા જરૂરી છે. જો તેમ કરવામાં ના આવે તો સ્વાસ્થ્યને નુકસાનકારક કરી શકે છે. એલ્યુમિનિયમ હોય કે નોનસ્ટીક દરેક વાસણની એક્સપાયરી ડેટ હોય છે. નિશ્ચિત સમય બાદ આ ઉત્પાદનોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટેજોખમી બનતો હોવાથી તેને બદલવા જોઈએ.

જાણો વાસણોની એકસપાયરી ડેટ

રોજિંદા વપરાશમાં જો નોનસ્ટીકનો ઉપયોગ કરતા હોવ તો 1 થી 2 વર્ષમાં તેને બદલી કાઢો. કારણ કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા નોન-સ્ટીકનું કોટિંગ જવા લાગે છે અને તેવા વાસણમાં ખોરાક રાંધવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. શાકભાજી કાપવા માટે પ્લાસ્ટિક કટીંગ બોર્ડને પણ 1 થી 2 વર્ષમાં બદલવું જોઈએ. વધુ વપરાશથી પ્લાસ્ટીકનું કોટિંગ નીકળી જતાં તે શાકભાજીમાં પણ ટ્રાન્સફર થાય છે અને તેના દ્વારા શરીરમાં પ્લાસ્ટીક જાય છે.

નિશ્ચિત સમયમાં બદલો આ વાસણ

સિલિકોન સ્પેટુલા તિરાડ પડે, ધાર પર પીગળી જાય અથવા નરમ થઈ જાય તો તેને બદલવું જોઈએ. આ ઉપરાંત, તેનું જીવન ફક્ત 2 થી 4 વર્ષ છે, ત્યારબાદ તેનો રસોડામાં ઉપયોગ ન કરવો જોઈએ. વાસણો ધોવાના સ્પોન્જ અને સ્ક્રબર્સને 2 થી 4 અઠવાડિયામાં બદલવા જોઈએ. જો કે સૌથી વધુ ઉપયોગ ચપ્પાનો થાય છે. દરરોજ અનેક વખત ઉપયોગમાં લેવાતું ચપ્પાની ધાર કટાઈ જવાથી તેને 5 થી 10 વર્ષમાં બદલી નાખવા જોઈએ.

શરીર માટે નુકસાનકારક એલ્યુમિનિય

એલ્યુમિનીયમનો ઉપયોગથી શરીરમાં રોગ થાય છે. આ વાસણમાં ખોરાક રાંધવાથી માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકા નબળા પડવા સહિતનું શરીરમાં નુકસાન થાય છે. આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનીયમ જાય છે જે શરીર માટે નુકસાનકાર છે.મોટાભાગે શાકભાજી બનાવવા લોખંડની કઢાઈ અથવા શકય બને તો માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. બીમારીઓથી દૂર રહેવા સમયાંતરે ઘરના વાસણો બદલવા જોઈએ.

  • Follow us on: