ગૃહિણીઓને હંમેશા તળ્યા બાદ વધેલા તેલનો કેવી રીતે ઉપયોગ કરવો તેને લઈને મૂંઝવણ રહે છે. આ તેલનો ફરી ખોરાકમાં ઉપયોગ કરવાનો હાનિકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રસોઈ બાદ વધેલા તેલનું શું કરવું? તો તેનો જવાબ છે કે હા તમે રસોડામાં વધેલા તેલનો તમે ઉપયોગ કરી શકો છો. આ તેલને નકામું સમજી ફેંકવાના બદલે ઘરની વસ્તુઓમાં જ સારી રીતે કામમાં લઈ શકો છો. બચેલા તેલનો ક્યારેક લાકડા અને ઓજારો સાચવવા, બાગકામમાં કે અથાણાં બનાવવા માટે પણ થઈ શકે છે. રાંધ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ કરવાની અસરકારક પદ્ધિતઓ તમને જણાવીશું. જેથી પૈસાની બચત પણ થઈ શકશે.
કાટ લાગેલ વસ્તુઓ માટે કરો તેલનો ઉપયોગ
વધેલા તેલનો સૌથી સરળ અને અસરકારક ઉપયોગ લોંખડની વસ્તુઓમાં લાગતો કાટ દૂર કરવા માટે કરી શકાય છે. ઘરમાં એવી અનેક વસ્તુઓ છે જેમાં સમય જતા કાટ લાગે છે અને ખરાબ દેખાય છે. તમે દરવાજાના હુક્સ, ખીલીઓ, દરવાજાની ફ્રેમ અથવા જૂના સાધનોમાંથી કાટ દૂર કરવામાં બચેલા તેલનો ઉપયોગ કરો. આ વસ્તુમાં થોડું તેલ લગાવો અને તેને કપડાથી ઘસો, કાટ ધીમે ધીમે સાફ થવા લાગશે.
અથાણાં કરી શકશો તેલનો ઉપયોગ
સ્વાદના શોખીનો કેરી, ગોળ-કેરી, ગુંદા, ચણા અને લીંબુનું અથાણું ખાય છે. સ્વાદિષ્ટ અથાણાં બનાવવા માટે પણ રસોઈ બાદ વધેલું તેલ ઉપયોગી બનશે. રસોઈ બાદ વધેલા તેલને મસાલામાં ઉમેરીને, અથાણાંને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ પદ્ધતિ ફક્ત તેલનો બગાડ થતો અટકાવે છે પણ તમારા ઘરમાં સ્વાદિષ્ટ અથાણાં તૈયાર કરવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત છોડ પાસે તેલનો બાઉલ રાખવાથી, તેની ગંધને કારણે જંતુઓ ભાગી જાય છે અને છોડ સુરક્ષિત રહે છે. દવાના ઉપયોગ વગર છોડ સુરક્ષિત રાખવાના કુદરતી ઉપચાર કહી શકાય.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )