આજના સમયમાં કામ કે અભ્યાસના કારણે લોકોનું એક શહેરથી બીજા શહેરે સ્થળાંતર સામાન્ય બાબત છે. આવા સંજોગોમાં આધાર કાર્ડમાં સરનામું બદલવું અનિવાર્ય બની જાય છે. અત્યાર સુધી આ કામ માટે આધાર સેન્ટર જવું અને લાંબી કતારોમાં ઉભા રહેવું એક કંટાળાજનક પ્રક્રિયા હતી. પરંતુ હવે UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી 'આધાર એપ' આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યું છે.
નવી આધાર એપ્લિકેશન વધુ સરળ
30 જૂન, 2026 થી જૂની mAadhaar એપ બંધ કરીને નવી અને વધુ સુરક્ષિત આધાર એપ કાર્યરત કરવામાં આવી છે. આ એપમાં ફેસ ઓથેન્ટિકેશન જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી તમે ઘરે બેઠા કોઈપણ સુરક્ષા જોખમ વગર તમારું સરનામું અપડેટ કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને ઝડપી છે.
સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા:
1. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી નવી આધાર એપ ડાઉનલોડ કરીને સેટઅપ કરો.
2. એપ્લિકેશનમાં લોગ-ઈન થયા બાદ 'સેવાઓ' (Services) વિભાગમાં જાઓ અને 'સરનામું અપડેટ' વિકલ્પ પર ક્લિક કરો.
3. અહીં તમને બે વિકલ્પો મળશે: પ્રથમ, તમારા સરનામાના પુરાવાનો દસ્તાવેજ અપલોડ કરીને, અથવા બીજો, તમારા પરિવારના સભ્યના આધાર કાર્ડની મદદથી.
4. તમારી જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
5. અંતમાં, ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરીને માત્ર ₹75 ની ઓનલાઇન ફી ચૂકવવાની રહેશે.
ચુકવણી સફળ થયા બાદ, તમને એક 'સર્વિસ રિક્વેસ્ટ નંબર' (SRN) મળશે. આ નંબર દ્વારા તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો. UIDAI ના જણાવ્યા અનુસાર, જો તમારા તમામ દસ્તાવેજો યોગ્ય હશે, તો લગભગ 15 દિવસમાં તમારું સરનામું અપડેટ થઈ જશે.
આ પણ વાંચોઃ Arunachal: આ 3 ભૂલકાંઓએ તો ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી, આ સોન્ગ ગાઇને મચાવ્યો તહેલકો, VIDEO