શિયાળો શરૂ થઈ ગયો છે, અને ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. પર્વતો પર બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે.જ્યારે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો અને ધુમ્મસ છવાયેલા છે.સામાન્ય રીતે જ્યારે પૂછવામાં આવ્યુ કે દેશની સૌથી ઠંડી જગ્યા કઇ છે, તો વધારે લોકોના મનમાં હિમાચલ પ્રદેશ અથવા જમ્મુ કશ્મીરની કેટલીક જગ્યાઓના નામ આપણા મનમાં આવતા હોય છે,. પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી ઠંડી જગ્યાઓ આ નથી. આજે અમે આપને એક એવા દેશ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં તાપમાન એટલું ઓછું રહે છે કે ભીના કપડાં પણ બરફની જેમ જામી જાય છે. આવો જાણીએ તે ક્યાં આવેલું છે અને ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય છે.

ભારતનું સૌથી ઠંડુ ગામ

આજે અમે વાત કરી રહ્યા છીએ લદ્દાખમાં કારગિલથી માત્ર 64 કિલોમીટર દૂર સ્થિત ડ્રાસ વિશે. અહિંયા તાપમાન ફ્રિઝના ફ્રિઝર કરતા પણ વધારે ઓછું હોય છે. આ સિવાય તમે અહિંયા આવો છો તો તમારી વાળ દાઢીમાં પણ બરફ જમેલી દેખાવા લાગશે. નવાઈની વાત એ છે કે દર વર્ષે આ ગામમાં તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસથી -25 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.તે જ સમયે, જો આપણે 1995 ની વાત કરીએ, તો આ સ્થળનું તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું, જેના કારણે તે દેશના સૌથી ઠંડા સ્થળોમાંનું એક બની ગયું હતું..

ડ્રાસ સુધી કેવી રીતે પહોંચાશે?

ડ્રાસ ભલે સૌથી ઠંડો વિસ્તાર છે, તે છતાં અહિંયા લોકો ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ખાસકરીને ઠંડીની સિઝનમાં. પરંતુ અહિંયા વધારે ભીડ જોવા નથી મળતી. જો તમે પણ ડ્રાસ જવાનું વિચારી રહ્યા છો તો. તમે શ્રીનગરના લેહ સુધી ફ્લાઇટ લઇ શકો છો. ત્યાંથી ટેક્સી બુક કરીને ડ્રાસ જઇ શકો છો. આ સિવાય જમ્મુ પાસે રેલ્વે સ્ટેશન પણ છે. તેનો પણ ઉપયોગ કરી શકો છો.

ડ્રાસમાં ક્યાં સ્ટે કરી શકાશે?

જો તમે ડ્રાસ ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે સ્ટેની ચિંતા ન કરો. અહિંયા આવનારા યાત્રીઓને રોકાવાની વ્યવસ્થા હોય છે. આ સિવાય તમે કારગિલ પાસે પણ હોટલ બુક કરી શકો છો અને ડ્રાસ ફરવાનો એક દિવસનો પણ પ્લાન બનાવી શકો છો. ખાસ વાત તો એ છે કે અહિંયા ગરમી અને વરસાદની સિઝનમાં તાપમાન 25 જેટલું જ રહે છે.
 આ પણ વાંચોઃ 
  • Follow us on: