સોડામાં વપરાતા એલપીજી (LPG) સિલિન્ડરનો ગેસ જો ધારણા કરતાં ખૂબ ઝડપથી ખલાસ થઈ રહ્યો હોય અને તમને સમજાતું ન હોય કે આવું કેમ થઈ રહ્યું છે, તો તેની પાછળનું મુખ્ય કારણ તમારા સિલિન્ડર પર ફિટ કરેલું રેગ્યુલેટર હોઈ શકે છે. જો રેગ્યુલેટર ઢીલું હોય, તો ગેસ ચાલુ કરતાંની સાથે જ તેમાંથી ધીમે-ધીમે ગેસ લીક થવા લાગે છે. ઘણીવાર આ લીકેજ એટલું માઇનોર હોય છે કે તેની ગંધ પણ નથી આવતી, પરંતુ તે મોટી દુર્ઘટના નોતરી શકે છે. તમે આ રીતે સરળતાથી ફક્ત 5 મિનિટમાં ગેસ સિલિન્ડરમાં થતું લીકેજ ચેક કરી શકો છો.
માજ્ઞ 5 મિનિટમાં રેગ્યુલેટર ટેસ્ટ કરી લીકેજ તપાસો
જો સિલિન્ડર પર ફિટ કર્યા પછી તમારું રેગ્યુલેટર અહીં-તહીં સરળતાથી ગોળ-ગોળ ફરતું હોય, તો સમજી લેવું કે તે ઢીલું છે. તેને ઘરે જ સરળતાથી કડક કરવા માટે એક અદભુત અને સરળ Trick છે, તમારે ચોક્કસ ટ્રીંકસ અજમાવી મોટી દુર્ઘટનાથી બચી શકો છો. તપાસવાની રીત એકદમ સરળ છે. રેગ્યુલેટર સિલિન્ડર પર સેટ કર્યા પછી હંમેશા મજબૂતાઈથી એક જ જગ્યાએ સ્થિર ચોંટેલું રહેવું જોઈએ. જો તે સહેજ હાથ લગાવતા જ ચારેય તરફ ફરવા લાગે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ફિટિંગ ઢીલું છે અને ગેસ લીક થઈ રહ્યો છે. સામાન્ય રીતે લાંબા વપરાશને કારણે રેગ્યુલેટરના અંદરના ભાગો ઘસાઈ જવાથી આવું થતું હોય છે.
ઢીલા રેગ્યુલેટરને 1 મિનિટમાં ટાઈટ કરી શકશો
રેગ્યુલેટર ઢીલું છે કે નહીં તેની સરળતાથી ચકાસણી કરી શકાશે. આ સમસ્યાને મિનિટોમાં ઉકેલવા માટે તમારે માત્ર એક સામાન્ય ટેપની જરૂર પડશે. સૌથી પહેલા સિલિન્ડર પરથી રેગ્યુલેટરને બહાર કાઢી લો. હવે સિલિન્ડરના ઉપરના પિત્તળના વાલ્વ (જ્યાં રેગ્યુલેટર ફિટ થાય છે) ની આસપાસ કાળી અથવા વાદળી ઇલેક્ટ્રિકલ ટેપનો એક રાઉન્ડ ગોળ લપેટો. જો એક રાઉન્ડ લગાવ્યા પછી પણ જગ્યા રહેતી હોય, તો ટેપના ૨ થી ૩ રાઉન્ડ લપેટો જેથી પિત્તળનો એ ભાગ સહેજ જાડો થઈ જાય. ઇલેક્ટ્રિકલ ટેપ સિવાય તમે પ્લમ્બર દ્વારા વાપરવામાં આવતી સફેદ ટેફલોન ટેપ (Teflon Tape) નો પણ ઉપયોગ કરી શકો છો. આ ટેપની પકડ વધુ મજબૂત હોય છે અને તે ગેસ લીકેજ રોકવામાં સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે.
આ કિચન હેક્સ દુર્ઘટનાથી બચાવશે
આ સિમ્પલ હેક કરવાથી રેગ્યુલેટર વાલ્વ પર એકદમ ટાઈટ ફિટ થઈ જશે, તેનું ગોળ-ગોળ ફરવાનું બંધ થઈ જશે અને ગેસ લીકેજ પણ તાત્કાલિક અટકી જશે. આ ઘરેલું ઉપાય અજમાવ્યા પછી પણ જો રેગ્યુલેટર ઢીલું રહેતું હોય અથવા ગેસ લીક થતો હોય, તો કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના તાત્કાલિક રેગ્યુલેટરને બદલી નાખવું જ હિતાવહ છે. સુરક્ષા સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ.
આ પણ વાંચો : White Hair Tips : સફેદ વાળને કુદરતી રીતે કાળા કરશે આ 7 આયુર્વેદિક જડીબુટ્ટીઓનું તેલ