આજના સમયમાં છોકરીઓમાં કોરિયન સ્કિન કેરનો ટ્રેન્ડ ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ હવે સ્કિન કેર બાદ 'કોરિયન હેડ સ્પા' પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. વાળની સામાન્ય સંભાળમાં લોકો સામાન્ય રીતે શેમ્પૂ, કન્ડિશનર અને સીરમનો ઉપયોગ કરે છે, પરંતુ ખોપરી ઉપરની ત્વચા (સ્કેલ્પ)ના સ્વાસ્થ્ય પર બહુ ઓછું ધ્યાન અપાય છે. પહેલાના સમયમાં માથામાં તેલ માલિશ કરીને સ્કેલ્પને પોષણ આપવામાં આવતું હતું. કોરિયન હેડ સ્પા એ એક એવી આધુનિક અને ખાસ થેરાપી છે, જે માત્ર વાળને નરમ નથી બનાવતી પરંતુ સ્કેલ્પને ડિટોક્સ કરીને તણાવ મુક્ત અને પ્રફુલ્લિત અનુભવ કરાવે છે.
કોરિયન હેડ સ્પાને શું અનોખું અને ખાસ બનાવે છે?
માઇક્રોસ્કોપિક સ્કેલ્પ એનાલિસિસ:
કોરિયન હેડ સ્પાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સારવાર શરૂ કરતા પહેલાં સ્કેલ્પનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે. માઇક્રોસ્કોપિક કેમેરા વડે ખોપરી ઉપરની ત્વચાની તપાસ કરીને ખોડો (Dandruff), ફંગલ ઇન્ફેક્શન, જમા થયેલી ગંદકી, વધારાનું તેલ અને હેર પ્રોડક્ટ્સના જમાવટની સ્થિતિ જાણવામાં આવે છે.
ડીપ ડિટોક્સિફિકેશન અને સફાઈ:
આ પ્રક્રિયામાં સામાન્ય શેમ્પૂ કરવાને બદલે સ્કેલ્પને ખાસ એક્સફોલિએટ કરવામાં આવે છે. તેનાથી ત્વચા પર જમા થયેલું પ્રદૂષણ, મૃત કોષો (Dead Skin), જૂના મિનરલ ડિપોઝિટ્સ અને કેમિકલ્સ દૂર થાય છે, જેનાથી વાળના મૂળ ખુલ્લાં થાય છે અને તેમને શ્વાસ લેવાની જગ્યા મળે છે.
મસાજ ટેકનિક અને રિલેક્સેશન:
આ સ્પામાં હાથ વડે ચોક્કસ પ્રેશર પોઇન્ટ્સ પર માલિશ કરવા ઉપરાંત વાઇબ્રેટિંગ મસાજર અને રોલર બોલ્સ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે. આનાથી સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) સુધરે છે. માથાની સાથે ગરદન અને ખભાની મસાજ પણ આપવામાં આવે છે, જેથી સ્નાયુઓની જડતા અને તણાવમાંથી ભારે રાહત મળે છે.
નવીનતમ ટેકનોલોજી અને હર્બલ પ્રોડક્ટ્સ: આ સ્પામાં LED લાઈટ થેરાપી અને માઈક્રો-મિસ્ટીંગ સ્ટીમર્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઉપરાંત, મોટાભાગે કુદરતી અને હર્બલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી વાળને કોઈ નુકસાન પહોંચતું નથી.
આ પણ વાંચોઃ Shukra Gochar 2026: શુક્રનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ, 5 ડિસેમ્બ સુધી આ 4 રાશિઓને ચાંદી જ ચાંદી