સ્કીનને ચમકદાર, સ્વચ્છ અને યુવાન રાખવા માટે ફેશિયલ એ ખૂબ જ લોકપ્રિય માધ્યમ છે. નિયમિત ફેશિયલ કરાવવાથી ત્વચા ઊંડીી રીતે સાફ થાય છે, રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) સુધરે છે અને ત્વચાનો નિખાર વધે છે. આજના સમયમાં ગ્લોઇંગ અને ક્લિયર સ્કિન મેળવવા માટે 'કોરિયન ફેશિયલ' અને 'હાઇડ્રા ફેશિયલ' સૌથી વધુ ટ્રેન્ડમાં છે. જો તમે પણ તમારી ત્વચા માટે શ્રેષ્ઠ ફેશિયલ પસંદ કરવા માંગતા હોવ, તો આ બંને વિશે વિગતવાર જાણવું ખૂબ જ જરૂરી છે.
કોરિયન ફેશિયલ કોણ કરાવી શકે છે ?
જો તમારી ત્વચા ડ્રાય, ઓઈલી, સેન્સિટિવ કે નિર્જીવ બની ગઈ હોય, તો કોરિયન ફેશિયલ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપીને કુદરતી તાજગી આપે છે. જો કે, જો ચહેરા પર વધારે પડતા ખીલ કે કોઈ ચેપ હોય, ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે. આ ફેશિયલમાં સૌથી પહેલા ચહેરાને ડબલ ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ હળવું એક્સ્ફોલિયેશન કરીને ટોનર, એસેન્સ અને સીરમ લગાવવામાં આવે છે. અંતે શીટ માસ્ક, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવીને પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. તેમાં વપરાતા માસ્ક અને સીરમ ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે.
