દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને ઘાટા હોય. આ માટે લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. ખાસ કરીને વાળની વૃદ્ધિ માટે લોકો કુદરતી ઉપાય વધુ પસંદ કરે છે. આવા જ કુદરતી ઉપાયોમાંથી એક છે આમળા અને ભૃંગરાજનો ઉપયોગ. આમળા અને ભૃંગરાજ વાળ માટે ખુબ જ લાભદાયક છે. આ બંને વાળને તંદુરસ્ત રાખવામાં,વાળ ઉતરવામાં ઓછું કરે અને નવા વાળની વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે વાળની વૃદ્ધિ માટે આ બંનેમાંથી ક્યુ વધુ અસરકારક છે? ઝડપી પરિણામ માટે આમળાનો ઉપયોગ કરવો જોઈએ કે ભૃંગરાજનો? ચાલો જાણીએ
આમળા અને તેના ફાયદા
આમળામાં વિટામિન C, ખનિજ તત્વો અને એમિનો એસિડની ઘણી માત્રા હોય છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને તૂટતા વાળથી બચાવે છે. આમળા વાળના કુદરતી રંગને જાળવી રાખે છે, વાળ સમય પહેલાં સફેદ થવાથી બચાવે છે અને ખંજવાળ કે રૂક્ષ વાળ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
કેવી રીતે વાપરવું?
આમળાનું તેલ થોડુક ગરમ કરો અને ધીમી ધીમી રીતે સ્કેલ્પમાં મસાજ કરો. આવું કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને રેઢીઓને પોષણ મળે છે. તેલ આખી રાત રાખી મુકીને સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો. વધુ સારાં પરિણામ માટે આમળાને પોતાની ડાયટમાં પણ શામેલ કરો.
ભૃંગરાજ અને તેના ફાયદા
આયુર્વેદમાં ભૃંગરાજને વાળ માટેનું અમૃત કહેવાય છે. તે વાળને મૂળથી મજબૂત બનાવે છે અને રક્ત વહન વધારીને વાળની વૃદ્ધિમાં વધારો કરે છે. તેમાં પ્રોટીન અને બીજા પોષક તત્વો હોય છે, જે વાળ તૂટતા અટકાવે છે અને ખરવાનુ ઘટાડે છે.
કેવી રીતે વાપરવું ?
ભૃંગરાજનું તેલ હળવુ ગરમ કરો અને તેને સ્કેલ્પપર લગાવો.લગભગ 15 મિનિટ સુધી ધીમી મસાજ કરો અને પછી 30 મિનિટ માટે રહેવા દો. નક્કી કરેલા સમય પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આ પ્રક્રિયાને 2–3 મહિના સુધી નિયમિત કરો, જેથી સારાં પરિણામ મળે.
કયું તેલ વધારે સારું છે?
ભૃંગરાજ અને આમળા બંને વાળને અલગ-અલગ રીતે લાભ આપે છે. ભૃંગરાજ વાળને ખરતા રોકો અને મૂળને મજબૂત બનાવે છે. જ્યારે આમળા સ્કેલ્પની તંદુરસ્તી સુધારે છે અને વાળને ચમક આપે છે. આવા સંજોગોમાં જો તમે બંનેનો ઉપયોગ સાથે કરો તો તમને વધુ સારાં પરિણામ મળી શકે છે. એટલે કે જો તમે લાંબા, ઘાટ્ટા અને મજબૂત વાળ ઈચ્છો છો, તો આમળા અને ભૃંગરાજ બંને તમારા માટે મહત્વપૂર્ણ છે. તમે તેને આજથી જ તમારા હેર કેર રૂટીનમાં શામેલ કરી શકો છો.