અત્યારેની ફાસ્ટ ફોરવર્ડ લાઇફસ્ટાઇલમાં મોટાભાગના લોકો ત્વચાની અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરે છે. ઘણા લોકોને સ્કિન પર ઓપન પોર્સની સમસ્યા જોવા મળે છે. ઓપન પોર્સના કારણે ફેસ પર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા ઘણી વધે છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા ઓઇલી સ્કિન, વૃદ્ધાવસ્થા, તેમજ ફેમિલી વારસાગત જેવા અનેક કારણોથી થઈ શકે છે. આને પૂરેપૂરી રીતે બંધ તો કરી શકાતુ નથી, પરંતુ પોર્સને સાફ રાખીને, ત્વચાને એક્સફોલિએટ કરીને આ સમસ્યાને ઘટાડવી શક્ય છે. તો ચાલો જાણીએ કે ઓપન પોર્સથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો કયા છે.
ઓપન પોર્સથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય
પપૈયાનો પેક:
પપૈયાનો પેક ઓપન પોર્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને ટાઈટ કરે છે. ત્વચાના ઓપન પોર્સની સમસ્યા દૂર કરવા માટે દરેક ત્રીજા દિવસે પપૈયાનો પેક લગાવવો જોઈએ. જેના માટે પાકેલા પપૈયાને સારી રીતે મસળી લો અને તેને ચહેરા પર લગાડો. 20 મિનિટ રાખીને પછી પાણીથી ફેસને ધોઈ લો.
ઇંડાની સફેદીનો માસ્ક
એક ઇંડાની અંદરનો સફેદી ભાગ લો અને તેમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યારબાદ પાણીથી ધોઈ લો.
ઓટમિલ માસ્ક
બે ચમચી ઓટમિલ અને બે ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને અડધો કલાક રાખો અને પછી સાફ પાણીથી ધોઈ લો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકાય છે.
ઍલોવેરા જેલ
ત્વચા માટે ઍલોવેરા જેલ લાભદાયક હોય છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે તથા ચહેરાને તેજસ્વી બનાવે છે. એ સાથે સાથે ઓપન પોર્સની સમસ્યા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તાજા એલોવેરા જેલને ફેસ પર લગાડીને થોડીવાર માલિશ કરો અને 10 મિનિટ બાદ ફેસને ધોઈ લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )










