ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડા પીણાં પીવાનું વધુ પસંદ કરે છે. ગરમીમાં સૂર્યના આકરો તાપ શરીરને પણ અસર કરે છે. હવામાનમાં થતા ફેરફારની લોકોના ખાનપાન પર પણ અસર થાય છે. મોટાભાગના લોકો ગરમીમાં શરીરને ઠંડક આપવા આઈસક્રીમ અને કોલ્ડડ્રિંકસ લે છે. પરંતુ ભારતમાં ચાના શોખીનો છે. જેમની સવાર કડકડતી ચા વગર થતી નથી. શું ખરેખર ગરમીમાં સવારે ચા પીવાથી શરીરને ઠંડક મળે છે. જાણો આની પાછળનું શું છે વિજ્ઞાન.

ગરમીમાં ચા પીવાથી મળે છે ઠંડક, જાણો વિજ્ઞાન

એક સંશોધન મુજબ જ્યારે આપણે ગરમ કંઈક પીએ છીએ, ત્યારે આપણા શરીરનું આંતરિક તાપમાન થોડું વધે છે. ગરમી શરીરમાં પહોંચતાની સાથે જ આપણા મગજને સંકેત મળે છે કે શરીરને ઠંડુ કરવાની જરૂર છે. જેના પ્રતિભાવમાં, શરીરમાં પુષ્કળ પરસેવો થવા લાગે છે. જ્યારે આ પરસેવો તમારી ત્વચામાંથી બાષ્પીભવન થાય છે, ત્યારે તે તમારા શરીરની ગરમીને દૂર કરે છે. પરિણામે તમારું શરીર પહેલા કરતાં વધુ ઠંડુ લાગે છે. ભારતીય ચા ફક્ત પાણી અને પાંદડા જ નથી, પરંતુ તેમાં આદુ અને ઇલાયચી જેવા મસાલા પણ નાખવામાં આવે છે, જે પાચનમાં સુધારો કરે છે.

ખરેખર ચા પીવાથી શરીરને ઠંડક મળે, જાણો

ચા પીવાથી શરીરને ઠંડક મળે છે આ બાબત દરેક જગ્યાએ કામ કરતી નથી. વૈજ્ઞાનિક રીતે આપણે સમજીએ કે વિસ્તાર ક્ષેત્ર અને હવામાન ચા પીવાની આદત પર કેવી રીતે અસર કરે છે. દિલ્હી કે રાજસ્થાન જેવા સૂકી ગરમીવાળા વાતાવરણમાં રહેતા લોકોને પરસેવો ઝડપથી બાષ્પીભવન થાય છે. તેમના માટે ચા ખૂબ ફાયદાકારક રહેશે. પરંતુ મુંબઈ કે કોલકાતા જેવા ભેજવાળા વાતાવરણમાં રહેતા લોકોને સરખામણીએ ઓછો પરસેવો થાય છે, અને ચીકણો પણ બની જાય છે. જેથી આ લોકો ચા પીવે તો તેમને વધુ અસ્વસ્થતા થઈ શકે છે.

ચાના શોખીનો આ બાબતનું રાખે ધ્યાન

એક્સપર્ટના મતે ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા અને એસિડિટી જેવી સમસ્યાથી દૂર રહેવા ઠંડા પીણાં પીવા જોઈએ. પરંતુ કયારેક ઠંડા પીણાં નુકસાન પણ કરે છે. ઉનાળામાં ગરમ કે ઠંડુ પીવું તે વિસ્તાર અને હવામાન પર આધાર રાખે છે. ભારતમાં જુદા-જુદા પ્રદેશમાં વાતાવરણ અલગ-અલગ હોય છે. ઉત્તરભારતમાં ઠંડી હોય છે તો મધ્ય ભારતમાં ગરમી જોવા મળે છે. એટલે જ ચા પીવામાં આ સામાન્ય બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. જે લોકોને ઓછો પરસેવો આવે છે અથવા જેમની પરસેવાની ગ્રંથીઓ યોગ્ય રીતે કામ કરતી નથી, તેમણે ઉનાળામાં ગરમ ​​ચા ટાળવી જોઈએ.


આ પણ વાંચો : Lifestyle : બ્યુટી પાર્લરમાં મેની કયોર કર્યા વગર આ દેશી ઉપાયથી કરો નખની સફાઈ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )