ડ્રાયફ્રૂટ્સનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે. આજે આપણે બદામ વિશે વાત કરીશું જે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવ છો, તો એ તમારા આરોગ્ય માટે અનેક ફાયદાઓ કરી શકે છે. બદામમાં પોષક તત્વો જેવા કે ઓમેગા-3 ફેટી એસિડ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે. તેથી બદામને 'સુપરફૂડ'માં સામેલ પણ કરવામાં આવે છે. રાત્રે સુતા પહેલાં પલાળેલા બદામ સવારે ખાલી પેટ ખાવાથી ઘણા આરોગ્યલાભ થાય છે.
શું શું ફાયદા થાય છે?
મેમરી
બદામ યાદશક્તિ માટે ખૂબ જ લાભદાયક છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. તેમાં રહેલા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ, વિટામિન E, વિટામિન B2, ઝિંક અને મેગ્નેશિયમ મેમોરી વધારવામાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ
સવારે ખાલી પેટ પલાળેલી બદામનું સેવન હ્રદયના આરોગ્ય માટે લાભદાયક હોય છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે હ્રદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
વજન ઘટાડે છે
સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.કારણ કે તેમાં રહેલું ફાઈબર ચરબી (ફેટ) ઓગાળવામાં મદદ કરે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ
પલાળેલી બદામનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ, ફાઈબર, વિટામિન E, ઍન્ટીઑક્સીડન્ટ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે.
ત્વચા અને વાળ માટે
સવારે ખાલી પેટ 30 દિવસ સુધી પલાળેલા બદામ ખાવાથી ચામડી અને વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, કારણ કે તેમાં ઍન્ટીઑક્સિડન્ટ્સ ભરપૂર હોય છે.
મજબૂત હાડકાં
પલાળેલી બદામમાં રહેલા કૅલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવવા માટે મદદરૂપ છે. સતત 30 દિવસ સુધી ખાલી પેટ એનું સેવન હાડકાં માટે ફાયદાકારક છે.