મિત્રતાનો સંબંધ સૌથી ખાસ સંબંધોમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે દરેક સંબંધ બન્યો બનાવેલો હોય છે પરંતુ એક મિત્રતા જ જે વ્યક્તિ પોતે કરે છે. મિત્રતાનો સંબંધ જબરદસ્તી નિભાવવો નથી પડતો. પરંતુ મિત્રતા નિભાવવાનુ મન કરે છે. જો એક સારો મિત્ર સાથે હોય તો જીવનના દરેક દુખ તેની સાથે શેર કરીને ઓછું લાગવા લાગે છે. મિત્રતાથી મન તો ખુશ રહે જ છે પરંતુ શું તમે જાણો છો કે મિત્રતા તમારાં શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટરના મતે એક સાચી અને સારી મિત્રતા આપણા માટે દવાની જેમ કામ કરે છે. આવો જાણીએ મિત્રતાથી કેવી કેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર ચાલી જાય છે.

સારાં મિત્રોને કારણે કઇ કઇ બિમારીઓ દૂર રહે છે?

અનેક લોકોના જીવનમાં કોઇ એક તો એવું મિત્ર હોય જ છે જેને કારણે તે હંમેશા ખુશ અને સ્વસ્થ રહેતો હોય છે. લાઇફમાં દરેક પ્રોબ્લેમ્સ મિત્રને કહીને સુલઝાવે છે. શું તમને ખ્યાલ છે એક આવો જ મિત્ર આપણા લાઇફમાં ઘણો બધો બદલાવ લાવે છે. સારી મિત્રતાને કારણે તમે સ્ટ્રેસ ફ્રી રહો છો. આ સિવાય હાર્ટ સંબંધિત બિમારી ઓછી થાય છે. એટલે કે એની સાથે રહેવાથી, હસવાથી. શેર કરવાથી હાર્ટ સારૂં રહે છે. આ સિવાય ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. હાર્ટનુ સ્વાસ્થ્ય સારૂં રહે છે અને મૂડ બુસ્ટ કરવામાં મદદ મળે છે.

શું કહે છે વિજ્ઞાન

વૈજ્ઞાનિક રિસર્ચ અને સ્ટડીઝમાં પણ મિત્રતાથી સ્વાસ્થ્ય પર પડતા ફાયદા વિશે જણાવ્યુ છે. એવું જોવા મળ્યું છે કે જે લોકોના સારા મિત્રો હોય છે તેઓ તેમના જીવનથી વધુ સંતુષ્ટ હોય છે. આ વ્યક્તિઓમાં ક્રોનિક રોગોનું જોખમ પણ ઓછું હોય છે. અને જે કોઈ વ્યક્તિના મિત્રો નથી હોતા, તો તેઓ એકલતા અનુભવી શકે છે.તેમના સંબંધો એટલા સારા નથી હોતા, અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધવા લાગે છે. ગાઢ મિત્ર સાથે વાત કરવાથી ઘણીવાર વ્યક્તિનું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે, હૃદયનું કાર્ય સુધરે છે અને મગજનું કાર્ય પણ સુધરે છે.

  • Follow us on: