ચહેરા પર નાકની આસપાસ બ્લેકહેડ્સ વધારે જોવા મળે છે. જેને કિલ પણ કહેવામાં આવે છે. તેના કારણે સ્કિન ખરાબ દેખાય છે. તેને હટાવા માટે લોકો સ્ક્રબનો ઉપયોગ કરે છે. તો પણ તેનાથી બ્લેકહેડ્સ ઓછા થતા નથી. તેનાથી ચહેરો ડલ દેખાવા લાગે છે.
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે બ્લેકહેડ્સ શું હોય છે. બ્લેકહેડ્સ સ્કિન પર ત્યારે થાય છે જ્યારે તમને ઓપન પોર્સની સમસ્યા હોય. તેમજ જો તમને ચહેરા પર ઓપન ક્લોગ થતા હોય તો બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે. સીબક નામનું તેલ સ્કિનને સોફ્ટ બનાવે છે.
ડેડ સ્કિન સેલ્સ અને ઓયલ કૂપના ફોલિક્સ સ્કિન પર એક લેયર બનાવે છે. જેને કોમેડો કહેવામાં આવે છે. જો સ્કિન પર વાઈટ રંગના દાણા દેખાય તો તેને વાઈટહેડ્સ કહેવાય છે. તેની ઉપર સ્કિન ખુલી હોય છે અને પછી તે કાળી દેખાવા લાગે છે. તેને બ્લેકહેડ્સ કહેવાય છે.તેને ઓછું કરવા માટે સ્કિન કેર કરવું જરૂરી છે.
દિવસમાં બે વાર ફેસવોશ કરો
બ્લેકહેડ્સ ચહેરા પર રહેલા ઓઈલ અને ગંદકીના કારણે થાય છે. તે માટે ચહેરાને સાફ રાખવો જરૂરી છે. એટલા માટે બે વાર ફેસવોશ કરવું જરૂરી છે. તેમજ ચહેરા પર રહેલા ઓઈલને હટાવા માટે દિવસમાં બે વાર ફેસવોશ કરવું જરૂરી છે.
પોર સ્ટ્રીપ
તે સાથે જ આજકાલ બજારમાં બ્લેકહેડ્સને ઓછું કરવા માટે ઘણા પ્રોડક્ટસ મળે છે. પોર સ્ટ્રીપનો ઉપયોગ કરી શકો છો. આ એક પટ્ટી હોય છે જે નાક પર ચિપકી જાય છે અને સ્કિન પર રહેલી ગંદકીને નીકાળવામાં મદદ કરે છે.
આ ટિપ્સને અપનાવો
નાક પર રહેલા બ્લેકહેડ્સને દૂર કરવા તમે અઠવાડિયામાં એક કે બે વાર સ્ક્રબ કરી શકો છો. આ સ્કિન પર રહેલી ગંદકી અને ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે. તેમજ ક્લે માસ્કનો ઉપયોગ કરી શકો છો તે માસ્કથી પણ બ્લેકહેડ્સમાં રાહત મળે છે. આજકાલ બજારમાં ક્લે માસ્ક મળે જ છે. તમારે તમારા સ્કિન ટાઈપના હિસાબથી તેનો ઉપયોગ કરવો જોઈએ.
ઘરેલુ ઉપચાર
ઘણા એવા ઘરેલુ ઉપચાર છે જે બ્લેકહેડ્સને હટાવવામાં મદદ કરે છે. તે માટે તમારે ચોખાનો લોટ લેવો તેમાં બેકિંગ સોડા, દહી અને ઓટ્સ નાખીને મિક્સ કરી ફેસ પર લગાવો. તેમજ તેનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ. તેમજ તેનો એક વાર પેચ ટેસ્ટ કરવું જરૂરી છે કારણ કે ઘણા લોકોને નેચરલ વસ્તુઓથી એલર્જી હોય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.