લેમનગ્રાસ ચાનો સ્વાદ વધારે છે. ફિટનેસને લઈને જાગૃત લોકોમાં લેમનગ્રાસ ચા પીવાનો ટ્રેન્ડ છે. કારણ કે આ ચા પીવાથી માત્ર ચાનો સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્યમાં પણ લાભ થાય છે. લેમનગ્રાસ ચા પીવાથી પાચન સુધરે છે અને શરદી અને તણાવ ઓછો થાય છે. બજારમાં અસલી લેમનગ્રાસ મળવું ખૂબ મુશ્કેલ છે. તમારે લેમનગ્રાસનો તાજો ટેસ્ટ જોઈતો હોય તો તેનો છોડ ઘરે ઉગાડો. લેમનગ્રાસ ઉગાડવું ખૂબ જ સરળ છે. થોડી સરળ ટીપ્સ અજમાવી તમે ઘરે લેમનગ્રાસ ઉગાડી શકો છો.


લેમનગ્રાસનો છોડ ઘરે ઉગાડવાની સરળી ટીપ્સ

તમારે બજાર જેવું જ તાજું અને સુગંધિત લેમનગ્રાસ ઘરે ઉગાડવું હોય, તો આ ટિપ્સ તમને જરૂર કામ લાગશે. લેમનગ્રાસનો ઘરે નાનો છોડ ઉગાડતા પહેલા તમે નર્સરીમાંથી સારી કવોલિટીનો છોડ લાવો. બજારમાંથી મળતા લેમનગ્રાસના તાજા દાંડા (Stems) માંથી પણ તેને ઉગાડી શકો છો. જો તમે દાંડા લાવો છો, તો તેને એક ગ્લાસ પાણીમાં 1-2 અઠવાડિયા સુધી રાખો. જ્યારે તેમાં સફેદ મૂળ દેખાવા લાગે, ત્યારે તે વાવવા માટે તૈયાર છે.

છોડને યોગ્ય ખાતર અને સૂર્યપ્રકાશ આપો

લેમનગ્રાસ ઝડપથી ફેલાય છે, તેથી ઓછામાં ઓછું 10-12 ઇંચનું કુંડું પસંદ કરો જેમાં પાણીના નિકાલ માટે છેદ હોય. સારી ગુણવત્તાવાળી માટીમાં થોડું છાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ મિક્સ કરો. લેમનગ્રાસને પોષણયુક્ત માટી ખૂબ ગમે છે. આ છોડને દરરોજ 6-8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે તે ખૂબ જરૂરી છે. તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તડકો આવતો હોય. માટીમાં હંમેશા થોડો ભેજ જાળવી રાખો, પણ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું.

લેમનગ્રાસ ચાના મુખ્ય ફાયદા

મોટાભાગના લોકો ચા પીને પોતાના દિવસની શરૂઆત કરે છે. જયારે લેમનગ્રાસવાળી ચા પીવાથી સ્વાસ્થ્યમાં અનેક ફાયદો થાય છે. લેમનગ્રાસવાળી ચા પીવાથી પેટ ફૂલવું કે અપચાની સમસ્યામાં રાહત મળે છે. તેની સુગંધ મનને શાંત કરે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે. એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોવાથી શરદીમાં રામબાણ ઈલાજ છે.


આ પણ વાંચો : Health Tips : શરીરમાં પાણીની અછત, આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: