આજકાલના સમયમાં બાળકોનો યોગ્ય શારીરિક વિકાસ અને ઊંચાઈ ન વધવી એ મોટાભાગના માતા-પિતા માટે ચિંતાનો મોટો વિષય બની ગયો છે. નિષ્ણાતોના મતે, ઊંચાઈ ન વધવા પાછળ આનુવંશિક કારણો સિવાય જે સૌથી મોટું અને સામાન્ય કારણ જવાબદાર છે, તે છે પોષણનો અભાવ. આજના બાળકો ઘરનું પૌષ્ટિક ભોજન છોડીને પેટ ભરવા માટે ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, પિઝા અને નૂડલ્સ જેવા જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મજબૂત હાડકાં અને શરીરના યોગ્ય વિકાસ માટે સંતુલિત આહાર સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારું બાળક ખાવા-પીવામાં આનાકાની કરે છે, તો તેની સીધી અસર તેની લંબાઈ પર પડી શકે છે.
બાળકોની હાઈટ વધારશે આ સુપરફૂડસ
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ: બાળકના રોજિંદા ડાયેટમાં દૂધ, દહીં, પનીર અને ચીઝ જેવી વસ્તુઓ અચૂક સામેલ કરો. આ તમામ ખાદ્યપદાર્થો કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડીનો બેસ્ટ સોર્સ છે. તે હાડકાંની લંબાઈ અને ઘનતા (Density) સુધારે છે તેમજ દાંતને મજબૂત બનાવે છે. આમાં રહેલું પ્રોટીન શરીરના પેશીઓ (Tissues) ના વિકાસમાં મદદ કરે છે.













