ગરમીના દિવસોમાં કેરીના રસની સાથે અનેક ઘરોમાં કારેલાનું શાક બને છે. ભરેલા કારેલાનું શાક એ એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે. શરીર માટે ગુણકારી છે કારેલા. પેટની સમસ્યા, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીમાં કારેલા વધુ ફાયદાકારક છે. પરંતુ કારેલા કડવા હોવાથી ઘણા લોકો તેને ખાવાનું ટાળે છે. જો કે તમે પોષકતત્વોથી ભરપૂર કારેલાને સ્વાદિષ્ટ બનાવવા માગતા હોવ તો આ ટીપ્સ જરૂર ટ્રાય કરો. કારેલાની કડવાશ ઓછી થશે અને તેનું શાક ખાવાની મોજ પડશે.
શરીર માટે ગુણકારી છે કારેલા
કારેલામાં કેરોટીન નામનું રસાયણ હોય છે જે ચેપથી બચાવે છે. કિડની સ્વસ્થ રાખવા લોકો કારેલાના જયુસનુ સેવન કરે છે. લોહીમાં સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આમ, અનેક રીતે કારેલાં ગુણકારી હોવા છતાં તેની કડવાશને લીધે ઘણા લોકો તેને ખાવાનું ટાળતા હોય છે. તેમાં રહેલ પોષકતત્વોના લાભ લેવા કારેલા જરૂર ખાવા જોઈએ. કારેલાની કડવાશ ઓછી કરી તમે તેનું સેવન કરી શકો છો. કારેલાંની કડવાશ ઓછી કરવાના આ છે દાદીના દેશી નુસખા.
