મેકઅપનો ટ્રેન્ડ આજથી જ નહીં, પરંતુ સદીઓ પહેલાથી છે. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ પ્રોડક્ટનુ અવિષ્કાર અજાણતા થયુ છે. જી હાં, દુનિયાભરમાં અનેક બ્યુટી પ્રોડક્ટ્સ છે, જેમાંથી કેટલાકની કિંમત સામાન્ય માણસના બજેટથી પણ બહાર છે. મેકઅપનુ વૈશ્વિક બજાર અબજો રૂપિયાનુ છે અને ભારત સહિત વિશ્વના અનેક દેશો તેના મોટા ઉપભોક્તા છે. તેમ છતાં મેકઅપનો ઉપયોગ કરતા લોકોને પણ એ ખબર નથી કે તેનો ઉપયોગ ફેશન માટે નહીં પરંતુ માનવ જીવન બચાવવા માટે થયો હતો. આજના સમયમાં તે માત્ર આધુનિક ફેશનનું સાધન બની ગયું છે. ચાલો જાણીએ કે મેકઅપની શરૂઆત અનાયાસે કેવી રીતે થઈ હતી.


જંગલથી ફેશન રેમ્પ સુધી કેવી રીતે પહોંચ્યો મેકઅપ?

હકીકતમાં, હજારો વર્ષો પહેલાં માનવ વિકાસના સમયગાળામાં આદિ માનવ જંગલમાં છુપાવવા માટે ચહેરા પર કુદરતી રંગદ્રવ્યો લગાવતો હતો, જેમ કે લાલ માટી, રાખ અને ધૂળ જેવી વસ્તુઓ. ઉપરાંત, સૂર્યના તીવ્ર પ્રકાશથી બચવા માટે પણ આંખોના નીચે અને ચહેરા પર વિવિધ રંગીન પિગ્મેન્ટ્સ લગાવવામાં આવતાં. આથી તેમને કીટકો અને ધૂળ જેવી વસ્તુઓથી રક્ષણ મળતું. એવું પણ માનવામાં આવતું કે દુષ્ટ આત્માઓથી બચવા માટે પણ આવા મેકઅપનો ઉપયોગ થતો. ઇજિપ્ત જેવી જગ્યાઓ પર મેકઅપ પોતાના ઓળખના એક પ્રતીક તરીકે પણ વપરાતો, જેથી જુદી જુદી જાતિ અને સમુદાયને ઓળખી શકાય.

ચર્ચે મૂક્યો હતો પ્રતિબંધ

સમય જતા મેકઅપનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થવા લાગ્યો. ડાર્ક એજિસના સમયમાં ચર્ચે મેકઅપને ધાર્મિક રીતે ખોટું ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો. ત્યારબાદ બ્રિટનની રાણી એલિઝાબેથે પોતાના ચહેરાના ડાઘ છુપાવવા માટે મેકઅપનો ઉપયોગ કર્યો. પરંતુ 20મી સદીની શરૂઆતમાં ફિલ્મોમાં મેકઅપનો ઉપયોગ ઝડપથી વધ્યો. ઘણી અભિનેત્રીઓ વધુ સુંદર દેખાવા માટે મેકઅપ પ્રોડક્ટ્સ લગાવવા લાગી. ફિલ્મોમાં મેકઅપના ઉપયોગથી તેનું અર્થ અને સ્થાન જ બદલાઈ ગયું. દુનિયાભરના લોકો તેને અપનાવવા લાગ્યા. સામાન્ય લોકો પણ અભિનેત્રીઓ જેવી દેખાવા માટે પોતાના દૈનિક જીવનમાં મેકઅપનો ઉપયોગ કરવા લાગ્યા. ભારતમાં પણ ફિલ્મો દ્વારા મેકઅપનો ટ્રેન્ડ આવ્યો અને અહીં તેનું મોટું માર્કેટ ઉભુ થઇ ગયુ.


  • Follow us on: