આયુર્વેદ અનુસાર સુતા પહેલાં પગમાં તેલથી મસાજ કરવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને 'પાદાભ્યંગ' કહેવાય છે. 'પાદ'નો અર્થ છે પગ અને 'અભ્યંગ'નો અર્થ છે તેલ લગાવવું કે મસાજ કરવી. ચાલો જાણી લઈએ કે સુતા પહેલાં પગમાં તેલ લગાવવાથી શું ફાયદા થાય છે અને તેને લગાવવાની સાચી રીત શું છે....


પગનુ રુખાપણું ઓછું થાયઃ પગમાં રહેલું રુખાપણું અને એડીઓમાં ફાટતી જગ્યાઓ ઓછી થાય છે.

તણાવ ઓછો થાયઃ આયુર્વેદ મુજબ આપણા શરીરની નસોની મૂળભૂત જોડાણ પગમાં હોય છે. જ્યારે પગમાં તેલથી મસાજ થાય છે, ત્યારે નસોને પોષણ મળે છે, જેનાથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.

સાયટિકા માટે ફાયદાકારકઃ સુતા પહેલાં પગમાં તેલ લગાવવાથી કમરના દુખાવા અથવા સાયટિકા જેવી સમસ્યામાં રાહત મળે છે.

પિત્તનું સંતુલનઃ નારીયેળ તેલ ઠંડક અને પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે, જે પિત્તદોષને દૂર કરે છે અને શરીરની ઊર્જાને ઠંડક આપે છે.

આંખો માટે લાભદાયકઃ નિયમિત પાદાભ્યંગથી આંખોની તંદુરસ્તીમાં પણ સુધારો થાય છે અને માનસિક થાક ઓછો થાય છે.

ચહેરા પર તેજ આવેઃ સૂતી વખતે પગમાં નારીયેળ તેલથી મસાજ કરવાથી ચહેરા પર પણ તેજ અને ચમક આવે છે.

યોગ્ય રીત શું છે?

પાદાભ્યંગ કરવાનો શ્રેષ્ઠ સમય છે રાત્રે સુતા પહેલાં. તમે આ તમે પોતે કરી શકો છો કે કોઈ અન્ય વ્યક્તિથી પણ કરાવી શકો છો. નારીયેળ તેલને થોડુંક ગરમ કરી પગમાં લગાવો અને ધીરે ધીરે 10 10 મિનિટ સુધી મસાજ કરો. ઇચ્છો તો કાંસાની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી પિત્તદોષ વધુ સારી રીતે સંતુલિત થાય છે.

કેટલાક લોકોમાં મસાજ દરમિયાન પગનો રંગ કાળો કે ગ્રે દેખાઈ શકે છે, ખાસ કરીને ડાયાબિટીસ કે પિત્તસંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોમાં. આ ચિંતાની બાબત નથી, પરંતુ તે બતાવે છે કે તેલ શરીરના આંતરિક સ્તર સુધી કામ કરી રહ્યું છે. તેથી તમે પણ આજે જ પાદાભ્યંગને તમારા દૈનિક રુટિનમાં શામેલ કરી શકો છો.


  • Follow us on: