ગાદલા પર ડાગ પડવા મોનસૂન અથવા ગરમીની સિઝનમાં આ વાત સામાન્ય છે. હવામાં ભેજ, ક્યારેક પરસેવો કે ગાદલાં પર કોઇ વસ્તુ પડવાથી ડાધ પડે છે. અને તેના કારણે તેની સફાઇ અને હાઇજીનને લઇને ચિંતા થવા લાગે છે. ખાસ કરીને જ્યારે હવામાં ભેજ હોય છે, ત્યારે ગાદલું ઝડપથી સૂકાતું નથી અને તેના પર ફુગ અથવા પીળાં ડાઘા પડી જાય છે.
આ હેકથી ગાદલાંને કરો સાફ
આ ટિપ્સથી તમે સરળતાથી પોતાના ગાદલાંને સારી રીતે સાફ કરી શકો છો. તેના માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂરત પડશે.
સામગ્રી
ડિશવોશર લિકવિડ
લીંબુનો રસ
વિનેગર બેકિંગ સોડા
ગાદલું કેવી રીતે સાફ કરવું
એક બાઉલની અંદર થોડું ડિશવોશર લિક્વિડ લો તેમાં એક લીંબુનો રસ ભેળવો, ડિશ વોશરથી અડધી માત્રામાં વિનેગર નાખો, હવે બે ચમચી બેકિંગ સોડ નાખો અને સારી રીતે ભેળવો. આ મિશ્રણને એક મોટાં વાસણની અંદર નાખો અને એક સાફ રૂમાલ લઇને આ મિશ્રણમાં પલાળી ગરમ પ્રેસ પર લપેટો પછી તે પ્રેસ એટલે કે ઇસ્ત્રીને ડાગ વાળી જગ્યા પર ધીમે ધીમે ફેરવો.થોડીક જ મિનિટોમાં ગાદલાં પરથી ડાગ હટી જશે. અને તે એકદમ નવું જેવું લાગશે. આ ઉપાય તમે મહિનામાં એક વખત જરૂર કરો.
ગાદલા પર બેકિંગ સોડા છાંટવાની સરળ ટિપ્સ
ગાદલા પર ડાઘા નથી પરંતુ તેમાંથી ગંદી સ્મેલ આવી રહી છે,તો તમે આ કામ કરી શકો છો. આખા ગાદલા પર બેકિંગ સોડા છાંટી દો,તેને 30 મિનિટ માટે છોડી દો. પછી વેક્યુમ ક્લીનર અથવા બ્રશથી સારી રીતે સાફ કરો. આ ઉપાયથી તમારાં ગાદલા માંથી આવતી ગંધ જતી રહેશે.અને ગાદલાં પરના જંતુઓનો નાશ કરે છે.










