આપણે સૌ જાણીએ છીએ કે દેશી ઘી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ચહેરા માટે કોઇ મોંઘી કોસ્મેટિક પ્રોડ્ક્ટથી ઓછું નથી, પ્રાચીન કાળથી જ આર્યુવેદમાં ઘીનો ઉપયોગ ત્વચાની રંગત સુધારવા માટે કરવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન A, D, E અને હેલ્ધી ફેટ્સ ત્વચાને માત્ર પોષણ જ નથી આપતા, પણ તેને યુવાન રાખવામાં પણ મદદરૂપ થાય છે.
ત્વચા માટેના અદભૂત ફાયદા
શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જવી સામાન્ય બાબત છે. આવા સમયે દેશી ઘી એક કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કાર્ય કરે છે.
એન્ટી-એજિંગ ગુણો: ઘી ચહેરા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાય છે.
સનબર્ન અને ડાઘ: તડકાથી થયેલી અસર (સનબર્ન) અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવામાં ઘી ખૂબ અસરકારક છે.
આંતરિક પોષણ: માત્ર લગાવવાથી જ નહીં, પણ આહારમાં ઘીનો સમાવેશ કરવાથી ત્વચા અંદરથી હાઇડ્રેટેડ અને નરમ રહે છે.
ઘરે બનાવો ઘીના ફેસ પેક અને સ્ક્રબ
મોંઘા બ્યુટી પાર્લર જેવી ચમક મેળવવા માટે તમે ઘરે જ નીચે મુજબના પ્રયોગો કરી શકો છો:
ગ્લોઈંગ ફેસ પેક: એક બાઉલમાં ૧ ચમચી દેશી ઘી, ૧ ચમચી ચણાનો લોટ અને એક ચપટી હળદર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી ૧૫-૨૦ મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાને ઈન્સ્ટન્ટ ગ્લો આપશે.
નેચરલ સ્ક્રબ: ૧ ચમચી ઘીમાં ૧ ચમચી ખાંડ ભેળવીને હળવા હાથે સ્ક્રબ કરો. આનાથી મૃત ત્વચા (Dead Skin) દૂર થશે અને ચહેરો સાફ દેખાશે.
ડાર્ક સર્કલનો ઈલાજ: આંખોની નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા શુદ્ધ ઘીથી હળવું માલિશ કરો.
હોઠ અને આંખોની સંભાળ
ફાટેલા હોઠ માટે ઘીથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. રાત્રે હોઠ પર ઘી લગાવીને સૂવાથી તે ગુલાબી અને નરમ બને છે. શિયાળામાં લિપબામને બદલે ઘીનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. જો તમે કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સથી બચવા માંગતા હોવ, તો રસોડામાં રહેલું દેશી ઘી તમારી સ્કિન કેર રૂટિનનો ભાગ હોવો જોઈએ. તે સસ્તું, સુરક્ષિત અને અત્યંત અસરકારક છે.
