2024માં નેધરલેન્ડ તેના કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય $140 બિલિયનથી વધુ અથવા આશરે રૂ. 11.6 લાખ કરોડ હોવાનો અંદાજ હતો.
જમીનનો ઉપયોગ ખેતી માટે
ક્ષેત્રફળમાં નાનો હોવા છતાં, નેધરલેન્ડ કૃષિ નિકાસમાં ઘણું આગળ છે. કૃષિ તકનીકો અને ગ્રીનહાઉસ ખેતીને કારણે, તે વિશ્વનો બીજો સૌથી મોટો ખાદ્ય નિકાસકાર બન્યો છે. નેધરલેન્ડ્સની અડધાથી વધુ જમીનનો ઉપયોગ ખેતી માટે થાય છે. આજે, ડચ ગ્રીનહાઉસ વાર્ષિક આશરે 1 મિલિયન ટન ટામેટાંનું ઉત્પાદન કરે છે. જેની નિકાસ $2 બિલિયનથી વધુ છે. નેધરલેન્ડ વિશ્વનો બીજો સૌથી મોટો ખાદ્ય નિકાસકાર દેશ છે.
કેટલું છે ક્ષેત્રફળ ?
વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ અમેરિકા અને નેધરલેન્ડ વચ્ચેના વિશાળ તફાવતને ધ્યાનમાં લેતા, અમેરિકા આશરે 9.8 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જ્યારે નેધરલેન્ડ્સ 41,865 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. વધુમાં, વિશ્વ બેંક અનુસાર, અમેરિકાની વસ્તી 340.1 મિલિયન 2024 છે. જ્યારે નેધરલેન્ડ્સની વસ્તી માત્ર 18 મિલિયન 2024 છે. આમ છતાં, નેધરલેન્ડ્સ અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી મોટો કૃષિ નિકાસકાર દેશ છે.
કયા છે પડકારો ?
જ્યારે નેધરલેન્ડ્સ કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે તે અનેક પડકારોનો પણ સામનો કરી રહ્યું છે. ગ્રીનહાઉસને નોંધપાત્ર વીજળી અને ગરમીની જરૂર પડે છે. આધુનિક કૃષિમાં તાલીમ પામેલા કામદારો શોધવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, દેશ વાર્ષિક 4 મિલિયન ગાય, 13 મિલિયન ડુક્કર અને 104 મિલિયન મરઘીઓ ઉછેરે છે. જે તેને યુરોપનો સૌથી મોટો માંસ નિકાસકાર બનાવે છે. વધુમાં, નેધરલેન્ડ્સ પશ્ચિમ યુરોપિયન દેશોને નોંધપાત્ર પ્રમાણમાં શાકભાજી પણ સપ્લાય કરે છે. જે લગભગ 24,000 એકર જમીન પર ખેતી કરે છે.













