વાળ ખરવાથી ઘણા લોકોમાં ટાલ પણ પડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો વાળ ફરીથી ઉગાડવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવે છે, પરંતુ તેઓ ઘણીવાર નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. તેથી, ઉપરછલ્લી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વાળને મૂળથી મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવવા માટે, તમારા આહારમાં સુધારો કરો અને આ સુપરફૂડ્સનું સેવન શરૂ કરો.
ગાજરનો રસ
ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને ઇ જોવા મળે છે, જે વાળ માટે સૌથી સારૂ પોષક તત્વ છે. આ વિટામિન અને પ્રોટીનનુ કારણ છે શરીરમાં લોહીની માત્રા વધે છે, જેનાથી બ્લડ સર્કયુલેશન વધુ ઝડપી બને છે. આ પોષક તત્વો આપણા વાળને મૂળથી મજબૂત બનાવે છે.
ફ્લેકસ સીડ્સ
ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીનુ સેવન માત્ર મોટાપાને જ ઓછું નથી કરતુ પરંતુ વાળોની ચમકને પણ પાછી આપે છે. આમાં વિટામિન બી અને વિટામિન ઇ જોવા મળે છે. આ બંને વિટામિન તમારાં વાળના મૂળને મજબૂત બનાવવામાં લાભકારી હોય છે. સાથે જ આમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ મળે છે જે વાળના ગ્રોથને પણ મજબૂતી આપે છે.
લીલા શાકભાજી
લીલા શાકભાજી માત્ર આપણા સ્વાસ્થ્યને જ અસર નથી કરતુ પરંતુ તે આપણાં વાળને પણ મૂળથી મજબૂત બનાવે છે. લીલા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે તમારા રોજિંદા આહારમાં કોબી, પાલક, મેથી જેવા લીલા શાકભાજી ખાશો તો તે તમારા વાળને મજબૂત બનાવશે. તેમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વો જોવા મળે છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે.
ખાટા ફળોનુ સેવન
ખાટા ફળ જેમ કે કીવી, આમળા, સંતરા, લીંબુ આપણા વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રમાં જોવા મળે છે. વાળોને મજબૂત બનાવવા માટે વિટામિન સી મહત્વની ભૂમિકા નિભાવે છે.










