ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે, જે દરરોજ આપણા શરીરને જોઇએ.પરંતુ દરેક લોકો ઇંડા નથી ખાતા, તો એવામાં લોકો પ્રોટીન કેવી રીતે મેળવે. વેજીટેરિયન પણ એવી અનેક વસ્તુઓ છે જેમાં ઇંડા જેટલું જ પ્રોટીન મળે છે. અનેક એવી વસ્તુઓ છે જેના સેવનથી દરેક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ બોડીને મળી રહે છે.


આવો જાણીએ એવા 5 શાકાહારી ઓપ્શન જેમાં ઇંડા જેટલું જ પ્રોટીન હોય છે.

1. પનીર

પનીર પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેને તમે પરાઠા અથવા ચિલા કે એનો રાઇસ બાઉલ બનાવીને ખાઇ શકો છો. પ્રોટીન મેળવવાનું આ એક સારો સ્ત્રોત છે.

2. ટોફૂ

સોયાબીનથી બનાવેલુ પનીર, પનીરની જેમ જ આમાં ઇંડા જેટલું જ પ્રોટીન હોય છે. તમે પનીરી જેમ આને ખાઇ શકો છો.

3. બેસન

કઢી કે ભજીયા બનાવવા આપણે ચણાના લોટ એટલે કે બેસનનો ઉપયોગ કરતા હોઇએ છે. પરંતુ તમે જાણો છો એ જ બેસનની અંદર ફાયબર અને પ્રોટીન વધુ માત્રામા હોય છે. તમે બેસનની ચિલા બનાવીને ખાઇ શકો છો.

4. મગની દાળ

મગની દાળમાં પણ ઇંડા જેટલું પ્રોટીન હોય છે.તમે મગની દાળને સૂ બનાવીને પી શકો છો અથવા તેમાં વેજીટેબલ એડ કરીને ચિલા પણ બનાવી શકો છો.

5. અળસી

અળસીના બીજ પ્રોટિન માટે સારૂં માધ્યમ છે. અળસી તમે મુખવાસને જેમ ખાઇ શકો છો. લોકો અળસીને વાળ અને સ્કીન માટે વધુ ઉપયોગ કરતા હોય છે.પરંતુ તમે તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરી શકો છો.


  • Follow us on: