વાળની સમસ્યાથી હર કોઇ પરેશાન રહેતુ હોય છે. કોઇ વાળ ખરવાથી થવાથી પરેશાન છે તો કોઇ સમયથી પહેલા વાળને સફેદ હોવાથી પરેશાન છે. જો તમને પણ અતિશય હેરફોલ થઇ રહ્યો છે અથવા વાળ ખૂબ જ ખરાબ થવા લાગ્યા છે તો તેના માટે તમારે માત્ર આ એક લાડુ ખાવાનો છે. દરરોજ આ એક લડ્ડુ તમારાં વાળની દરેક સમસ્યાને ઝડપથી દૂર કરી દેશે. આવો જાણીએ આ સ્વાસ્થ્ય વર્ધક લડ્ડુ બનાવાવની રેસીપી

વાળ માટે લાડું બનાવવાની રેસિપી

સામગ્રી

અડધો કપ તલ

અડધો કપ કોળાના બીજ

અડધો કપ અખરોટ

એક ચમચી મોરિંગા પાવડર

એક ચમચી આમળા પાવડર

એક કપ ખજૂર

અખરોટ,કાળા તલ, કોળાના બીજ આ ત્રણેય વસ્તુને ધીમા ગેસે 3 થી 4 મિનિટ સુધી શેકી લો. આ મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેને મિક્સચરમાં નાખીને પીસી લો. તેમાં 1 ચમચી મોરિંગા પાવડર, 1 ચમચી આમળાં પાવડર નાખો અને 1 કપ છોલેલી ખજૂર ઉમેરો.

બાદમાં દરેક વસ્તુને ભેળવીને ફરી મિક્સરમાં સારી રીતે પીસી લો અને પાવડર બનાવી લો. હવે હાથ પર ઘી લગાવતા આ મિશ્રણથી લાડું બનાવીને તૈયાર કરી લો. આ લાડું ખાવામાં ટેસ્ટી હોય છે. સાથે જ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

દરરોજ 1 લાડું ખાવાથી વાળ ઉતરવાની તકલીફ ઓછી થશે. આનાથી પાતળાં અને નબળાં થઇ રહેલા વાળમાં મજબૂતી આવશે. આ લાડું ખાવાથી બાયોટિન, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ અને આયરન મળે છે. દરરોજ લાડું ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ લાડું વાળ સિવાય હાર્ટ માટે પણ ફાયદાકારક છે. વાળમાં ચમક આવશે અને ગંજાપનની સમસ્યા પણ દૂર થશે. દલતાં વાતાવરણમાં બિમારીઓથી બચવા આ લાડું અમૃતસમાન છે. આ એક લાડું શરીરમાં થઇ રહેલા પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરવામાં અસરકારક છે.

આ પણ વાંચોઃ જો તમે 30 વર્ષના થવાના છો, તો દરરોજ રાત્રે આ વસ્તુઓનો કરો ઉપયોગ, તમારા હોર્મોન્સમાં રહેશે સંતુલન