આજકાલ સોશિયલ મીડિયાથી લઈને બ્યુટી ટ્રેન્ડ્સ સુધી માત્ર કોરિયન ડ્રામા કે મ્યુઝિક જ નહીં, પરંતુ 'કોરિયન બ્યુટી રૂટીન' (Korean Beauty Routine) પણ ધૂમ મચાવી રહ્યું છે. કોરિયન લોકોની બેદાગ, નરમ અને કાચ જેવી ચમકતી ત્વચા Glass Skin જોઈને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તેમનું આ સિક્રેટ શું છે? જો તમે પણ આવી ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તમારા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ હાજર છે જે તમને પરફેક્ટ કોરિયન ગ્લો આપી શકે છે. ચાલો જાણીએ કયા છે આ જાદુઈ હેક્સ જે તમારી સુંદરતા વધારશે.
કોરિયન જેવી ગ્લાસ સ્કીન માટેના જાદુઈ હેક્સ
કોરિયન બ્યુટી રૂટીન આ ચમક માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. લોકો મોંઘા સીરમ, ક્રીમ અને ટ્રીટમેન્ટ પર ઘણા પૈસા ખર્ચે છે, છતાં ઇચ્છિત પરિણામો મળતા નથી. કોરિયન ત્વચા સંભાળ દિનચર્યાની ખાસ વાત એ છે કે તે ધીમે ધીમે ત્વચાને સ્વસ્થ બનાવે છે, જેના પરિણામે કુદરતી ચમક આવે છે. કોરિયન જેવી કાચની ત્વચા મેળવવા મોંઘા ઉત્પાદનો નહી આ ફેસપેક અને ડ્રિંક્સ જરૂર ચમત્કાર કરશે. કાચની ત્વચાનું રહસ્ય આ સ્કીન કેર પદ્ધતિ છે. તમારા ઘરના રસોડામાં જ સુંદરતા વધારવાનો ખજાનો છુપાયેલો છે.
ચોખાનું પાણી કરશે કમાલ
કોરિયન બ્યુટી સિક્રેટ્સમાં ચોખાના પાણીનો ઉપયોગ સૌથી મુખ્ય માનવામાં આવે છે. તે ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરીને તેને ઇન્સ્ટન્ટ તાજગી આપે છે. થોડા ચોખા લો અને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ ચોખાના ગુણધર્મો પાણીમાં ભળી જાય એટલે પાણીને ગાળી લો. ફેસવોશથી ચહેરો સાફ કર્યા પછી, આ પાણીને એક નેચરલ ટોનર (Toner) તરીકે ચહેરા પર લગાવો. આ એક અત્યંત સરળ, અસરકારક અને સસ્તો ઘરેલું ઉપાય છે.
અંદરથી ગ્લો માટે પીઓ 'હેલ્ધી સ્મૂધી'
કોરિયન સ્કીન કેર માત્ર બહારથી પ્રોડક્ટ્સ લગાવવા પૂરતી સીમિત નથી. ત્વચાની અસલી ચમક હંમેશા સારા આહાર અને હેલ્ધી ડાયેટથી આવે છે. તમારી ત્વચાને અંદરથી પોષણ આપવા માટે તમે દાડમ, એવોકાડો, ચિયા સીડ્સ અને શણના બીજને મિક્સ કરીને એક હેલ્ધી સ્મૂધી તૈયાર કરી શકો છો. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળે છે અને ત્વચા કુદરતી રીતે જ અંદરથી ગ્લો કરવા લાગે છે.
એલોવેરા અને સીવીડ ફેસ માસ્ક
એલોવેરા ત્વચાને ઠંડક અને હાઇડ્રેશન આપવા માટે બેસ્ટ ગણાય છે, જ્યારે સીવીડ (દરિયાઈ વનસ્પતિ) વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. એલોવેરા જેલ અને સીવીડ પાવડરને મિક્સ કરીને એક સરસ ફેસ માસ્ક તૈયાર કરો. આ માસ્ક ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે અને ચહેરા પર કરચલીઓ પડતા અટકાવે છે. બેસ્ટ રિઝલ્ટ માટે તમે આ નેચરલ માસ્કને અઠવાડિયામાં એક કે બે વાર ચહેરા પર લગાવી શકો છો.
આ પણ વાંચો : Diabetes Control Exercise: બેઠાડુ જીવન વધારી દેશે સુગર, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા શારિરીક પ્રવૃત્તિ કેમ જરૂરી ?
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )