નવેમ્બરની શરૂઆતમાં થોડી થોડી ઠંડી પડવા લાગે છે. એવામાં જો જોવા જઇએ તો ઠંડી શરૂ થવામાં આશરે એકાદ મહિનો જેવુ બાકી છે. જેથી લઇને હવે તમારે તમારી તિજોરીઓ કે કબાટમાં પડેલી રજાઇ, ધાબળા અને ઉની કપડાંને નિકાળીને તેની સફાઇ શરૂ કરી દેવા જોઇએ જેના કારણે તમને બાદમાં કોઇ ટેન્શન ન થાય.


જો તમે તમારી રજાઇ ધાબળાં અને બીજાં ઊની કપડાં ધોવા માંગતા હોવ, તો આ કામ હવે તરત શરૂ કરી દેવું જોઈએ જેથી તેમાંની ભેજ અને વાસ દૂર થઈ જાય અને વપરાશ સુધી સંપૂર્ણ રીતે જંતુમુક્ત રહી શકે. અહીં અમે તમને તમારાં ગરમ કપડાંને નુકસાન ન પહોંચે અને સારી રીતે સાફ કરવાના ઉપાયો જણાવી રહ્યા છીએ.

હંમેશા માઇલ્ડ ડિટર્જન્ટનો જ ઉપયોગ કરો

ઉની અથવા ગરમ કપડાં ધોવા માટે હંમેશા લિક્વિડ ડિટર્જન્ટનો જ ઉપયોગ કરવો જોઇએ જે માઇલ્ડ હોય, હાર્ડ ડિટર્જન્ટથી કપડાં ખરાબ થઇ શકે છે.

ઠંડ પાણીમાં જ કપડાં ધોવો

ઉની કપડાંને ધોવા માટે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો.ગરમ પાણીથી કપડાં ધોવાથી ઉન બગડી જાય છે.

કપડાંને અંદરથી ધોવાં

ઊની કપડાંને સલામત રીતે ધોવા માટે પહેલા તેને અંદરથી ફેરવો અને પછી ધોવો. સાથે સાથે, કપડાંને થોડાંક જ ગરમ પાણી અને માઇલ્ડ ડિટર્જન્ટમાં ઓછામાં ઓછું 10 મિનિટ બોળી રાખો

નિચોવવાની ભૂલ ન કરો

કપડાં ધોઈ લીધા બાદ તેમને કોઈ સ્ટેન્ડ પર અથવા સીધા લટકાવી દો. કપડાં નિચોવવાનો પ્રયાસ ન કરો કારણ કે તેનાથી રેશા ખરાબ થાય છે અને સાઇઝ પણ બગડી શકે છે.

યોગ્ય રીતે સુકવવા

કપડાંને સુકવવા માટે ખૂબ જ વધુ તડકાંમાં ન સૂકવો.વધુ તડકો ઊની કે કોટન બંને પ્રકારના કપડાંઓના રંગને બગાડી શકે છે. તેથી, કપડાંને સવારે વહેલા તડકાં કે સાંજ પડતા સમયે તડકામાં સૂકવો જ્યારે તડકો નરમ હોય. જ્યારે કપડાં લગભગ સુકાઈ જાય ત્યારે તેમને છાયડામાં રાખો. કપડાંને અંદરથી ઉંધુ સુકવવું પણ એક સારો વિકલ્પ છે.


  • Follow us on: