વજન ઘટાડવા માટે આર્યુવેદમાં અનેક અસરજદાર ચૂર્ણ બતાવવામાં આવ્યા છે. તમે બજારમાંથી તેને ખરીદીને લાવી શકો છો. પરંતુ ઘરે પણ તે બનાવી શકો છો એ પણ રસોડામાં રહેલી વસ્તુઓથી જ બનાવી શકો છો. આ ચૂર્ણ સવારે 1 ગ્લાસ પાણીમાં નાખીને પીશો તો ફેટ પર પણ અસર દેખાવાની શરૂઆત થઇ જશે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને કેવી રીતે લેવું.


વજન ઘટાડનાર ચૂર્ણ કેવી રીતે બનાવો

તમારે આ ચૂર્ણ બનાવવા માટે અજમો, વરિયાળી અને જીરાં ત્રણેયને બરાબર માત્રામાં લઇ લો. હવે તવા પર આ ત્રણેય વસ્તુઓને હળવું શેકી લો અને ઠંડુ થવા રાખી લો. હવે આ ત્રણેય વસ્તુઓને મિક્સ્ચરમાં બારીક પાઉડરની જેમ પીસી લો. ચૂર્ણમાં થોડુંક સિંધવ મીઠું અને હિંગ મેળવી લો. હવે આ ચૂર્ણને એક એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી લો અને તેને દરરોજ ઉપયોગ કરો.

વજન ઘટાડવા માટે ક્યારે ખાવું જોઇએ ચૂર્ણ

સવારે વહેલા ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ચૂર્ણ નાખીને ખાલી પેટ પી લો. એનાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ઓછી થવા લાગશે. જાડાપણું ઘટાડવા માટે આ ચૂર્ણ અસરદાર છે. તમે ઇચ્છો તો રાત્રિના સમયે સૂતા વખતે પણ ગરમ પાણી સાથે લઇ શકો છો.

અજમો, વરિયાળી અને જીરાં ચૂર્ણનો ફાયદો

આ ચૂર્ણનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા ઓછી થશે. આ ચૂર્ણ ખાવાથી પાચનતંત્ર મજબૂત થશે. મેટાબોલિઝમ ઝડપી બનશે જેનાથી જાડાપણું ધીરે ધીરે ઓછું થવા લાગશે. વરિયાળી પેટને ઠંડક રાખવામાં અને ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરદાર છે. તો જીરૂં અને અજમો એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જે શરીરના સોજાને ઓછાં કરે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


  • Follow us on: