જૂન મહિનો આવતા જ બજારમાં કેરીની સાથે સરસ નાનું ફળ જાંબુ પણ જોવા મળે છે. જાંબુ સ્વાદમાં મીઠા અને મધુર હોય છે. જાંબુ ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક ફાયદા થાય છે. પરંતુ આજના સમયમાં બજારમાં રાસાયણિક રીતે પકવેલા ફળોની સાથે હાઇબ્રિડ ફળો પણ ભરપૂર દેખાય છે. કમાણી કરવાની લાલચમાં આજકાલ મોટાભાગના ફળોને હાઈબ્રિડથી પકવવામાં આવે છે. પરંતુ બજારમાં જયારે તમે જાંબુ ખરીદવા જશો ત્યારે તમને અસલી અને નકલીમાં તફાવત ખબર પડશે નહી. સ્વાસ્થ્યમાં નુકસાન ના થાય માટે તમે જાંબુની આ રીતે ઓળખ કર્યા પછી જ ખરીદી કરો.


ખેડૂતે આપી જાંબુ ઓળખવાની ટીપ્સ

ફળોની સાચી ઓળખ ખેડૂત જ કરી શકે છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, પરંપરાગત રીતે બીજ કે સ્થાનિક છોડમાંથી કુદરતી રીતે ઉગે છે. જ્યારે હાઇબ્રિડ જાંબુ અલગ-અલગ જાતોના મિશ્રણ અને કલમ (ગ્રાફ્ટિંગ) જેવી તકનીકોથી તૈયાર કરાય છે. ખેડૂત રામ નરેશે અસલી દેશી જામુન ઓળખવાની 3 ખૂબ જ સરળ રીતો સમજાવી છે.

દેશી જાંબુ ઓળખવાની પદ્ધતિ

કદ અને આકાર :- આ જાંબુ સામાન્ય રીતે કદમાં નાનાથી મધ્યમ હોય છે અને તેમનો આકાર એકસરખો હોતો નથી. હાઇબ્રિડ જાંબુ કદમાં મોટા, એકદમ ગોળ કે સપ્રમાણ અને વધુ ચમકદાર હોય છે. મોટાભાગના લોકો વધુ પલ્પ (ગર્ભ) મેળવવાની લાલચે મોટા જામુન ખરીદે છે, પણ વાસ્તવમાં તે હાઇબ્રિડ હોય છે.

અદભુત સ્વાદ અને સુગંધ :- દેશી જાંબુ ખાવામાં ખૂબ જ મીઠા, સ્વાદિષ્ટ અને પ્રકૃતિની હળવી સુગંધ ધરાવતા હોય છે. આમાં પલ્પ વધુ હોય છે પરંતુ તેનો સ્વાદ દેશી જેટલો મીઠો નથી હોતો. ઘણીવાર હાઇબ્રિડ જામુન સ્વાદમાં થોડા ખાટા કે મોળા પણ હોઈ શકે છે.

રંગનો તફાવત :- દેશી જાંબુનો રંગ ઘેરો જાંબલીથી લઈને કાળો હોઈ શકે છે. આમાં બધા જામુન એક સરખા રંગના નથી હોતા, ક્યારેક કેટલાક જામુન આછા ગુલાબી રંગના પણ દેખાઈ શકે છે. હાઇબ્રિડ જામુનનો રંગ એકદમ સમાન (યુનિફોર્મ) અને તેની ત્વચા વધુ સુંવાળી તથા આકર્ષક હોય છે.


આ પણ વાંચો : Health Tips: પેટની સમસ્યાઓથી લઇને વજન ઘટાડવા સુધી, આ શાકભાજી છે બેસ્ટ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: