ઉનાળાનો આકરો તાપ લોકોને દઝાડે છે. ગરમીમાં ઠંડક મેળવવા અનેક પ્રયાસ કરીએ છીએ. કાળઝાળ ગરમી હોવા છતાં ઉનાળાનું નામ સાંભળતા ખુશી પણ થાય છે. કારણ કે આ દિવસોમાં ફળોના રાજા કેરીનું આગમન થાય છે. આફુસ, લંગડો, કેસર અને બદામ જેવી કેરીઓ બજારમાં દેખાય છે. આ સિઝનમાં ફક્ત ભારતીયો જ નહીં વિદેશીઓ પણ કેરી ખાવા આતુર હોય છે. પરંતુ કેરીનું સેવન કયારેક સ્વાસ્થ્ય સમય્યા સર્જે છે. આપણે એવું અનેક લોકો પાસેથી સાંભળ્યું હશે કે કેરી ખાવાથી ખીલ થાય છે. શું ખરેખર આવું થાય છે. જાણો હેલ્થ એક્સપર્ટે ગરમીમાં કેરી ખાવાથી ખીલ કેમ થાય છે તેના કારણો જણાવ્યા.


કેરી ખાવાથી ખીલ થવા પાછળ આ છે કારણ

હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ : કેરીમાં કુદરતી શર્કરા (Sugar) અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે આપણે વધુ પ્રમાણમાં કેરી ખાઈએ છીએ, ત્યારે લોહીમાં ઇન્સ્યુલિનનું સ્તર ઝડપથી વધે છે. ઇન્સ્યુલિન વધવાથી ત્વચામાં સેબમ (તેલ) નું ઉત્પાદન વધે છે, જે ખીલ થવાનું મુખ્ય કારણ બને છે.

ફાઈટીક એસિડ: કેરીમાં ફાઈટીક એસિડ હોય છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે. જો કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખવામાં ન આવે, તો આ એસિડ ત્વચા પર પ્રતિક્રિયા આપી શકે છે અને ફોડલીઓ કે ખીલનું કારણ બની શકે છે.

આયુર્વેદિક દૃષ્ટિકોણ: 'પિત્ત' માં વધારો : આયુર્વેદ મુજબ કેરીની પ્રકૃતિ ગરમ હોય છે. વધુ પડતી કેરી ખાવાથી શરીરમાં 'પિત્ત' દોષ વધે છે. પિત્ત વધવાને કારણે લોહીમાં ગરમી વધે છે અને તે ત્વચા પર ખીલ કે ગરમીની ફોડલીઓ સ્વરૂપે બહાર આવે છે.

કેરીમાં રહેલા વિટામિન્સ : કેરી વિટામિન A અને C થી ભરપૂર છે જે ત્વચા માટે સારા છે, પરંતુ કેટલાક લોકોની ત્વચા અમુક પોષક તત્વોના અતિરેક પ્રત્યે સંવેદનશીલ હોય છે, જે તેલના ગ્રંથિઓને ઉત્તેજિત કરી શકે છે.

સ્વાદિષ્ટ કેરીનો માણી શકશો આનંદ, કરો આ ઉપાય

ગરમીમાં આવતી કેરીનો સ્વાદ ત્યારે કડવા લાગે છે જયારે ચહેરા પર વારંવાર ખીલ થાય છે. એક્સપર્ટે ખીલથી બચવાના ઘરેલુ ઉપાય જણાવ્યા. કેરી ખાતા પહેલા તેને ઓછામાં ઓછા ૧ થી ૨ કલાક પાણીમાં પલાળી રાખો. આનાથી તેની ગરમી (ફાઈટીક એસિડ) દૂર થાય છે. દિવસમાં ૧ કે ૨ થી વધુ કેરી ન ખાવી. કેરીને ભોજનના ભાગ તરીકે લેવાને બદલે સ્નેક્સ તરીકે ખાવી વધુ હિતાવહ છે. કેરી ખાધા પછી પુષ્કળ પાણી પીવું જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે. આ અસરકારક ટીપ્સ અજમાવી તમે ખીલ થવાના ડર છોડી કેરીનો સ્વાદિષ્ટ આનંદ માણી શકશો.


આ પણ વાંચો : Liver Disease: શું સ્ત્રીઓમાં લીવર રોગના લક્ષણો પુરુષો કરતાં હોય છે અલગ?, જાણો લક્ષણો


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: