ભારતમાં છેલ્લાં કેટલાય સમયથી મહિલાઓ સ્કિનકેરને લઇને વધારે જાગૃત થઇ છે. મહિલાઓ હવે ટેનિંગ ક્લીન્ઝર, મોશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીનને પોતાની લાઇફ સ્ટાઇલમાં એડ કરી રહી છે પરંતુ એક વસ્તુ હજુ પણ એટલી પોપ્યુલર નથી અને એ છે ઉંમર પ્રમાણે કેવાં પ્રકારનું સ્કિનકેર વાપરવું જોઇએ. ખાસ કરીને મોશ્ચરાઇઝર.
વાસ્તવમાં પોતાની ઉંમર પ્રમાણે ત્વચાને હાઇડ્રેશન આપવું વધુ જરૂરી છે. અહીંયા તમને અમે ત્વચા માટે અનેક ટિપ્સ આપી રહ્યા છીએ જે આખુ વર્ષ તમારી ત્વચાને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરશે.
30 વર્ષની ઉંમર માટે મોશ્ચરાઇઝિંગ ટિપ્સ
30 બાદ શરીરમાં ઘણા હોર્મોનલ ચેન્જીસ આવે છે. એના કારણે તમારે ખાસ કરીને પોતાના મોશ્ચરાઇઝિંગ ટેકનિક પર વધુ ધ્યાન આપવું જોઇએ. જે તમને ઉંમર સંબંધી લક્ષણોને ઓછા કરવામાં અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ મળશે.
હાઇડ્રેટિંગ મોશ્ચરાઇઝર પસંદ કરો
30 બાદ એવા મોશ્ચરાઇઝરને પસંદ કરો જેમાં હાયલૂરોનિક એસિડ, ગ્લિસરીન અને યૂરિયા એડ હોય. જે તમારી ત્વચાના છીદ્રોને સારી રીતે પોષણ આપશે.જેના કારણે સ્કિન લાંબા સમય સુધી હાઇડ્રેટ રહેશે.
સનસ્ક્રીન સાથે કોઇ પણ કોમ્પ્રોમાઇઝ નહીં
કોઇ પણ મહિલાએ ઓછામાં ઓછા 30 એસપીએફ વાળા બ્રાન્ડ સ્પેક્ટ્રમ સન સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. આ સિવાય પીએ પ્લસ 4 રેટિંગ વાળા બ્રાન્ડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન દ્વારા તમે તમાપી ત્વચાને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયલેટ યુવીએ અને યુવીબી કિરણો સાથે સાથે સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ કિરણોથી બચાવી શકે છે.
રૂટીનમાં નાઇટ ક્રીમ અવશ્ય એડ કરો
તમારી ત્વચા રાત્રિ દરમિયાન regenerates (પુર્નજીવિત) થઇ શકે થે કારણ કે રાત્રે સૂતા સમયે તમારાં બોડીની કોશિકાઓ પોતાની જાતે જ રિપેર થાય છે અને આ દરમિયાન નાઇટ ક્રીમ લગાવીને સૂવા જાવ. તમારી ત્વચા અનુસાર નરિશમેન્ટ ગુણોથી ભરપૂર નાઇટ ક્રીમ અથવા કોઇ તેલનો ઉપયોગ કરો જેથી તમારી સ્કિન પર સૂતા સમય પર નરમ રહે.
(કોઇ પણ પ્રોડક્ટ યુઝ ડોક્ટર અથવા નિષ્ણાતોની સલાહ લઇને કરવી. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)