ક્યાંય પણ બહાર ફરવા જઇએ કે ક્યાંય કોઇ કામ અર્થે જઇએ તો બહારથી બજારમાં મળતી પાણીની બોટલ લઇને પાણી પી લઇએ છીએ. પરંતુ તમે ક્યારેય એ વિચાર્યુ છે ખરી કે પ્લાસ્ટિકની બોટલમાંથી તમે જે પાણી પી રહ્યા છો તે તમારાં સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. આપને જણાવી દઇએ કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

હાનિકારક કેમિકલ-પ્લાસ્ટિકની બોટલમાં હાજર બીપીએ એટલે બિસ્ફેનોલ-એ અને ફ્થલેટ્સ જેવા રસાયણ ગરમી અથવા સમયમની સાથે પાણીમાં ભળી શકે છે. આ રસાયણ શરીરની અંદર જઇને હોર્મોનલ અસંતુલન, પ્રજનન સમસ્યાઓ અને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

માઇક્રોપ્લાસ્ટિક-વારં વાર ઉપયોગમાં લેવાચી બોટલોમાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણ પાણીમાં મળી શકે છે. જે શરીરમાં જઇને ઇમ્યુનિટી સિસ્ટમને નબળું કરી શકે છે. રિસર્ચ અનુસાર, પ્લાસ્ટિકની બોટલોથી નિકળવા વાળા રસાયણ કિડની અને હ્રદયની કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

પ્રેગ્નેન્સીમાં અસર-ગર્ભાવસ્થામાં બીપીએનો સંપર્ક શિશુના વિકાસ પર નકારાત્મક અસર નાખી શકે છે. એટલે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું હાનિકારક છે.

તાંબાના વાસણોનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ તમે તાંબા કે માટીના વાસણોનો ઉપયોગ કરી શકો છો. હાલ બજારમાં તાંબાની અન માટીની અનેક પ્રકારની બોટલો ઉપલબ્ધ છે. જો તમે તાંબાના વાસણોનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. જૂના જમાનામાં આપણા દાદાઓ કે ઘરના વડીલોને જોયા હશે તાંબાના વાસણનો ઉપયોગ કરતા હતા.અને ડોક્ટરોના મતે તાંબુ શરીર માટે ખૂબ જ પોષક તત્વ છે.તેથી જ લોકોએ તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ.તાંબાના વાસણમાં પાણી પીવાથી બોડીમાં મેલનીન વધે છે.

  • Follow us on: