મકરસંક્રાતિ પર કંઈક નવું, સ્વસ્થ અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બેસ્ટ છે. મકરસંક્રાતિ પર્વની તમારી સાંજની ચાને બમણી આનંદપ્રદ અને યાદગાર બનાવવા માંગતા હો, તો આ રેસીપી ચોક્કસપણે અજમાવવી જોઈએ. પાલક આયર્ન, ફાઇબર અને વિટામિનથી ભરપૂર હોય છે, જ્યારે પનીર પ્રોટીનનો એક મહાન સ્ત્રોત છે. આ બ્રેકફાસ્ટ બાળકોને જરૂર પસંદ આવશે. તેમને શાળા માટે તેમના લંચબોક્સમાં પણ આપી શકો છો. આવો શીખીએ પાલક પનીર કટલેટ માટેની સરળ રેસીપી.


પાલક પનીર કટલેટ બનાવવાની સામગ્રી :

  • 2 કપ - પાલક ઝીણી સમારેલી
  • 200 ગ્રામ - પનીર  છીણેલું
  • અડધો કપ - બ્રેડક્રમ્સ
  • 2 મધ્યમ કદના - બાફેલા બટાકા 
  • 2 ચમચી - ચણાનો લોટ અથવા કોર્નફ્લો
  • તેલ - તળવા માટે
  • લીલા મરચાં, આદુ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો,
  • અને આમચુર પાવડર અને મીઠું, તમામ મસાલા જરૂરિયાત મુજબ

પાલક પનીર કટલેટ બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે પહેલા પાલકને સારી રીતે ધોઈ ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે બ્લેન્ચ કરો. પછી થોડીવારમાં જ તેને બહાર કાઢી લો. તેમાંથી વધારાનું પાણી કાઢી તેને ઝીણી સમારી લો. આમ કરવાથી તેનો રંગ અને પોષણ બંને જળવાઈ રહે છે. હવે, એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરો અને પછી તેમાં સમારેલી પાલક, છીણેલું પનીર, લીલા મરચાં, આદુ, મીઠું અને બધા સૂકા મસાલા ઉમેરો. પછી, બ્રેડક્રમ્સ અને ચણાનો લોટ ઉમેરો સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણ ઢીલું લાગે તો તમે થોડા વધુ બ્રેડક્રમ્સ ઉમેરી શકો છો. પછી આ મિશ્રણને કટલેટનો આકાર આપો. પછી કઢાઈમાં તેલ મૂકી દરેક કટલેટને મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તમે તેને શેલો ફ્રાય અથવા એર ફ્રાય પણ કરી શકો છો. સ્વાસ્થ્ય માટે આ રીત વધુ યોગ્ય રહેશે. આ પાલક કટલેટને તમે લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.


આ પણ વાંચો : Makar Sankranti 2026 : ફક્ત 10 મિનિટમાં બનાવો હેલ્ધી તલ ગોળના લાડુ, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

  • Follow us on: