ગુજરાતી રસોડામાં અથાણાંનું સ્થાન અત્યંત મહત્વનું છે. ઉનાળાની શરૂઆત સાથે જ ઘરોમાં કેરી, ગુંદા અને મરચાંના અથાણાં બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ આખું વર્ષ તાજું રહે તે માટે યોગ્ય તેલની પસંદગી મહત્વપૂર્ણ છે. તેલ અથાણાંને લાંબા સમય સુધી સાચવવામાં મદદ કરે છે, જે તેને ફૂગ અને બગાડથી બચાવે છે.
બજારમાં ઉપલબ્ધ વિવિધ ખાદ્ય તેલો પૈકી, કયા અથાણાંમાં કયું તેલ વાપરવું જોઈએ તેની સાચી સમજ હોવી જોઈએ. જો તમે પણ આ સિઝનમાં ઘરે અથાણાં બનાવવાનું વિચારી રહ્યા હોવ, તો જાણો કયા અથાણાં માટે કયું તેલ શ્રેષ્ઠ રહે છે.
કયા અથાણાં માટે કયું તેલ પસંદ કરશો?
અથાણાંની વેરાયટી મુજબ તેલની પસંદગી બદલાતી હોય છે. તિરુપતિ તેલ જેવી જાણીતી બ્રાન્ડ્સમાં દરેક અથાણાં માટે યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ છે.
તિરૂપતિ સીંગતેલ
પરંપરાગત ગુજરાતી અથાણાં જેમ કે કાચી કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, મેથીયા કેરી અને અન્ય ખાટા અથાણાં માટે ઉપયોગમાં લેવાતું તેલ છે. તેલ અથાણાંને પરંપરાગત સ્વાદ આપે છે.
તિરૂપતિ સરસવનું તેલ
સરસવનું તેલ ખાસ કરીને ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં તીખા અથાણાં માટે વપરાય છે. પંજાબી અથાણાં, ભરેલા લાલ મરચાં, મિક્સ વેજીટેબલ અથાણું, કાચી કેરી અને લીંબુના અથાણાં માટે યોગ્ય છે. વાપરતા પહેલા તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરીને, પછી ઠંડું કરીને વાપરવું યોગ્ય રહે છે.
તિરુપતિ કપાસિયા તેલ
તિરુપતિ કપાસિયા તેલ લાલ મરચાંનું અથાણું, લસણનું અથાણું અને ઇન્સ્ટન્ટ આથેલા મરચાં માટે ઉપયોગમાં લેવાતું તેલ છે. તિરૂપતિ કપાસિયા તેલ મરચાં અને મસાલાના સ્વાદને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
તિરુપતિ સનફ્લાવર તેલ
ગાજર-મરચાંનું સલાડ અથાણું કે લીંબુના અથાણાં માટે શ્રેષ્ઠ છે, જ્યાં તમારે તેલનો પોતાનો સ્વાદ ન જોઈતો હોય અને વાનગીને હળવી રાખવી હોય.
યોગ્ય તેલ શા માટે જરૂરી છે?
અથાણાંમાં તેલ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ સાચવણી માટે પણ મહત્વપૂર્ણ છે. યોગ્ય માત્રામાં તેલનો ઉપયોગ કરવાથી અથાણાંમાં ફૂગ નથી લાગતી અને મસાલાની તાજગી આખું વર્ષ જળવાઈ રહે છે.
Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://shop.tirupatioils.com/shop/