ઉનાળાની કાળઝાળ ગરમી, તીવ્ર તડકો અને સતત રહેતી ધૂળ-માટીની અસર સૌથી પહેલા આપણા હાથ પર જોવા મળે છે. ટેનિંગ, શુષ્કતા અને નિસ્તેજ ત્વચાને કારણે હાથ પોતાની ચમક ગુમાવી બેસે છે. ઘણીવાર આપણે આ સમસ્યાઓના ઉકેલ માટે મોંઘા પાર્લરમાં જઈને મેનીક્યુર કરાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં રહેલી સામાન્ય વસ્તુઓથી તમે ઘરે જ પ્રોફેશનલ જેવું મેનીક્યુર કરી શકો છો? ચાલો જાણીએ આ સરળ રીત.


ઘરે મેનીક્યોર કરવાની રીત:

1. હાથને પલાળવા (Soaking):

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં હૂંફાળું પાણી લો. તેમાં થોડું શેમ્પૂ અને અડધા લીંબુનો રસ ઉમેરો. તમારા હાથને આ પાણીમાં ૧૦ મિનિટ સુધી પલાળી રાખો. આ પ્રક્રિયાથી હાથ પર જામેલી ધૂળ સાફ થશે અને નખની આસપાસની ત્વચા નરમ બનશે.

2. કુદરતી સ્ક્રબિંગ

સ્ક્રબિંગ એ મેનીક્યુરનું સૌથી મહત્વનું સ્ટેપ છે. એક વાટકીમાં ચોખાનો લોટ, થોડું દૂધ અથવા દહીં અને એક ચમચી મધ મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટથી હાથ પર હળવા હાથે ગોળાકાર ગતિમાં માલિશ કરો. આનાથી મૃત ત્વચા (Dead Skin) દૂર થશે અને ત્વચા કુદરતી રીતે નિખરશે.

3. નખની માવજત:

સ્ક્રબિંગ બાદ, તમારા નખને તમારી પસંદગી મુજબ આકાર આપો (Nail Shaping). ત્યારબાદ નખ અને તેની આસપાસની ત્વચા (Cuticles) પર નારિયેળ તેલથી માલિશ કરો. નારિયેળ તેલ ત્વચાને ઊંડે સુધી ભેજયુક્ત રાખશે અને નખને સ્વસ્થ બનાવશે.

4. હોમમેડ પેક (Face Pack for Hands):

અંતે, ચણાનો લોટ, દૂધ અને થોડું મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને હાથ પર લગાવો. ૧૦ મિનિટ બાદ હાથ ધોઈ લો. આ પેક ત્વચાને પોષણ આપે છે અને ટેનિંગ ઘટાડે છે. જો તમે નેઇલ પેઇન્ટ લગાવવા માંગતા હોવ, તો તે લગાવ્યા પછી હાથને ૩૦ સેકન્ડ માટે ઠંડા બરફના પાણીમાં પલાળો, જેનાથી નેઇલ પેઇન્ટ લાંબો સમય ટકશે.

આ પણ વાંચોઃ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવા માટે પીવો આ મેજીકલ ડ્રિંક

  • Follow us on: